Ahmedabad News:અમદાવાદમાં AMC દ્રારા અન્ડરપાસમાં એક પેઇન્ટિંગ કરવામાં આવી છે. આ પેઇન્ટિંગમાં ગાંધીજીના ત્રણ પ્રતીકાત્મક વાંદરાને સ્થાને 4 વાંદરાની પેઇન્ટિંગ કરાતા વિવાદ સર્જાયો છે.


મજ્યો છે મકરબા અંડરપાસમાં સ્વચ્છતા સર્વેક્ષણ અતર્ગત  પ્રિન્ટિંગ કરવામાં આવી રહ્યા છે એવામાં અહીં ગાંધીજીના ત્રણ વાંદરાની સાથે ચોથો વાંદરાએ ભારે વિવાદ સર્જ્યો છે. આપણે જાણીએ છીએ કે, એક સત્યનો સંદેશ આપતા પ્રતીકાત્મક ગાંધીજીના ત્રણ વાંદરા છે.  અહીં  એમસીએ આ ત્રણ વાંદરાની સાથે ચોથા વાંદરાનો ઉમેરો કરતાં વિવાદ સર્જાયો છે.  જોકે સાંકેતિક રીતે આંખ કાન અને મોં બંધ રાખતા વાંદરાઓની સાથે મોબાઈલ વાળો વાંદરો નજરે પડે છે, જે વિવાદનું કારણ બન્યો છે.




ઉલ્લેખનિય છે કે, ગાંધીજીના ત્રણેય વાંદરા સંદેશો પાઠવે છે કે, અસત્ય બોલવું નહિ, અસત્ય સાંભળવુ પણ નહી, અને અસત્ય જોવુ પણ નહિ, ટૂંકમાં ગાંધીજી આ ત્રણ વાંદરાના પ્રતીકાત્મક ચિત્ર દ્રારા સત્યાના માર્ગેને અનુસરવાનો સંદેશ આપે છે. જ્યારે અહીં  મકરબા અન્ડરપાસમાં કરેલી પેઇન્ટિંગમાં આ ચોથો વાંદરો પણ મૂકાયો છે. જેમા તે  મોબાઈલ લઈને બેઠો છે તો તે શું સૂચન કરી રહ્યો છે કે મોબાઈલનો  જુઓ કે ના જુઓ જો કે અત્યારે 21મી સદીમાં સૌથી વધુ લોકો મોબાઈલનો ઉપયોગ કરતા થયા છે. આ સ્થિતિમાં મોબાઇલ સાથેનો આ વાનર શું સંદેશ આપે છે તે પણ એક સવાલ છે.




Ahmedabad: હવે વિદેશની જેમ અમદાવાદમાં પણ દોડશે ડબલ ડેકર બસ, જાણો શું છે AMC નો પ્લાન


હવે વિદેશની જેમ અમદાવાદમાં પણ ડબલ ડેકર બસો દોડતી જોવા મળશે. હકિકતમાં એએમસી અમદાવાદમાં આ બસો દોડવવાની યોજના બનાવી રહી છે. AMTS માટે આગામી સમયમાં 25 ડબલ ડેકર બસ વસાવવામાં આવશે. પ્રયોગાત્મક ધોરણે અમદાવાદમા SP રિંગ રોડ ઉપર ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત 10 જેટલી 18 આર્ટિકયુલેટેડ બસ વસાવવામાં આવશે. વિદેશમાં ચાલતી બસ 18 મીટર લાંબી હોવાથી શહેરના માર્ગો ઉપર ચકાસણી કરવામાં આવશે.


AMTS અને BRTSના ભાવમાં થયો ફેરફાર 









જો તમે AMTS અથવા BRTS ની મુસાફરી કરો છો તો 1 જુલાઈથી નવા ભાવ ચૂકવવા પડશે. AMTS અને BRTS દ્વારા છ સ્લેબમાં ટિકિટના દર જાહેર કરવામાં આવ્યા છે.AMC નું માનવું છે કે ભાવમાં સુધારો કરવાથી છુટા નાણાંની સમસ્યા ઉભી નહિ થાય. 1 જુલાઈથી જે નવો ભાવ વધારો અમલી થવાનો છે. તેના ભાવ ઉપર નજર કરવામાં આવે તો