Ahmedabad News: અમદાવાદમાં પલ્લવ ચાર રસ્તાથી AEC બ્રિજ નીચેનો રોડ આજથી 10 દિવસ બંધ રહેશે. ટોરેન્ટ પાવરની કામગીરીને લઈને રોડ બંધ રાખવામાં આવ્યો છે. જો કે વાહનચાલકો સામે વૈકલ્પિક રૂટ તરીકે ફ્લાયઓવરનો ઉપયોગ કરી શકશે અને પલ્લવ ચાર રસ્તાથી આવતા વાહનચાલકો મીરામ્બિકા સ્કૂલ થઇ પૂજ્ય ધરમસિંહ સ્વામી માર્ગ થઇ મ્યુઝિયમ ચાર રસ્તા થઈને એઇસી ચાર રસ્તા જઇ શકશે. તો અખબારનગર તરફથી આવતા વાહનચાલકો અંકુર ચાર રસ્તાથી ઘરડાંઘર થઈને એઇસી ચાર રસ્તા જઈ શકશે અને અંકુર ચાર રસ્તા થઇને શિવ હોસ્પિટલ તરફ જઈ શકશે. જો કે સતત ટ્રાફિકથી ધમધમતો રોડ બંધ કરાતા ટ્રાફિક સમસ્યા વકરવાની સંભાવના છે.


ટોરેન્ટ પાવર ની કેબલ કામગીરીને લીધે આજથી 25 ડિસેમ્બર સુધી પલ્લવ ચાર રસ્તા છેડે થી એસી બ્રિજના બીજા છેડા સુધી સર્વિસ રોડ બંને બાજુ 300 મીટર બેરીકેટિંગ કરીને બંધ કરાયો છે.  132 ફૂટ પલ્લવ ચાર રસ્તા થી સમર્પણ ટાવર સુધી બ્રિજના બંને છેડા સુધી આ 300 મીટર નું બેરીકેટિંગ કરીને વાહનો માટે બંધ કરાયો છે. વાહન ચાલકો સામે વૈકલ્પિક રૂટ તરીકે ઓવર નો ઉપયોગ કરી શકશે અને પલ્લવ ચાર રસ્તા થી આવતા વાહન ચાલકો મીરા અંબિકા સ્કૂલ થઈ પૂજ્ય ધરમસિંહ સ્વામી માર્ગ જૈન મ્યુઝિયમ ચાર રસ્તા થઈને એસી ચાર રસ્તા થઈ જઈ શકશે. અખબાર નગર તરફથી આવતા વાહનચાલકો અંકુર ચાર રસ્તાથી ઘર આગળ થઈને એસી ચાર રસ્તા જઈ શકે તેવી વૈકલ્પિક રુટ આપવામાં આવ્યા છે.


અમદાવાદમાં 97 કરોડમાં બનેલા અને હજુ 10 મહિના પહેલા જ ખુલ્લા મુકાયેલા સનાથલ બ્રિજમાં હલકી ગુણવત્તાનો ડામર વપરાયાનો ઘટસ્ફોટ થયો છે. બ્રિજ પર ગાબડા પડતા SVNITને સોંપાયેલી તપાસના રિપોર્ટને આધારે આજથી પાંચ દિવસ બ્રિજ બંધ રાખવામાં આવ્યો છે. બ્રિજ ખુલ્લો મુકવાના ચાર જ મહિનામાં ગાબડું પડતા ઔડાએ સુરતની એસવીએનઆઈટી પાસે તપાસ કરાવી હતી. જેમાં બ્રિજના રોડમાં હલકી ગુણવત્તાના ડામર વાપરવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ સાથે જ બ્રિજની રાઈડિંગ સરફેસ યોગ્ય ન હતી તથા રેતીના મિશ્રણની મિક્સ ડિઝાઈન પણ ટેન્ડરના સ્પેશિફિકેશન મુજબ ન હતી.


એટલું જ નહીં ગ્રેડેશન ચેક કરતા તેમાં પણ તફાવત જોવા મળ્યો છે. જેથી સનાથલ બ્રિજની ઉપર ડામરનું રીપેરીંગ કામ કરવાનું હોવાથી આગામી આજથી 21 ડિસેમ્બર સુધી વારાફરતી બ્રિજના બંને તરફના ભાગને બંધ કરવામાં આવશે.