Ahmedabad News: અમદાવાદના મહાવીરનગર વિસ્તારમાં જુની અદાવતમાં તલવાર અને ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. ગત રાત્રે બનેલી ઘટનામાં બે મિત્રો ઇજાગ્રસ્ત થયા હતા. નિલેશ રાઠોડ અને રવિ વર્મા હુમલામાં ઘાયલ થયા હતા, બંને મિત્રો એલ જી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. દેશી દારૂના ધંધો કરતા શખ્સે હુમલો કર્યો હોવાનો ઈજાગ્રસ્તના ભાઈએ આરોપ લગાવ્યો હતો.

Continues below advertisement


અમદાવાદના મણિનગરમાં લગ્નના ત્રણ મહિના બાદ પતિ સહિત સાસરિયાઓએ પરિણીતાને ત્રાસ આપી મારતા હતા. તેમજ પતિ અને સસરા સાથે દારૃ પીને પરિણીતાને  પણ દારૃ પીવા દબાણ કરતા હતા પરિણીતા તેમને વશ ન થતા તલવારથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહી પતિ-પત્ની ભાડે રહેવા જતા પતિ તેને મૂકીને ઘર આવી ગયો હતો  પત્ની સાસરીમાં આવી તો કાઢી મૂકી હતી. ઉપરાંત પતિ અન્ય વિધવા મહિલા સાથે ફરતો હોવાનું પરિણીતાને જાણ થઇ હતી. આ અંગે પરિણીતાએ પતિ સહિત સાસરિયા સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નાંેધાવતા પોલીસે ગુનો  નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




મણિનગરમાં  પિયરમાં રહેતી 38 વર્ષીય મહિલાએ મણિનગર પોલીસ સ્ટેશનમાં ગોતમતીપુરમાં રહેતા પતિ સહિત સાસરીના પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના  લગ્ન વર્ષ 2010માં ગોમતીપુર ખાતે થયા હતા. લગ્નના ત્રણ મહિના બાદ પતિ અને સાસુ  નાની-નાની બાબતોમાં પરિણીતા સાથે ઝઘડો કરીને મારઝૂડ કરીને  અવાર-નવાર સાસરિયા ત્રાસ આપતા હતા. એટલું જ નહી પતિ અને સસરા સાથે દારૂ પીને પરિણીતાને દારૂ પીવા દબાણ કરતા હતા. પરંતુ પરિણીતા તેમના વશ ન થતા તલવારથી હુમલો કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. ત્યારબાદ પરિણીતા પતિ સાથે ઘોડાસર ભાડે રહેવા ગઇ હતી ત્યાં  તેને મૂકીને પતિ ગોમતીપુરના મકાનમાં જતો રહ્યો હતો. જેથી પત્ની ત્યાં જતા તેને ઘરમાં ઘૂસવા દીધી ન હતી. જેથી કંટાળીને પરિણીતા પિયરમાં રહેવા જતી રહી હતી સમાધાન માટે પ્રયાસ કર્યા પણ સાસરીયા માનતા ન હતા.  આ દરમ્યાન પરિણીતાને તેના પતિ અન્ય વિધવા મહિલા સાથે ફરતા હોવાની જાણ થઇ હતી. આ ઘટના  અંગે પરિણીતાએ પતિ  સહિત સાસરીયા સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તમામ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.