અમદાવાદઃ હાલમાં જ અમદાવાદ સ્થિત "શાંતિ બિઝનેસ સ્કૂલ"માં બે દિવસીય "મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઓન ડેટા સાયન્સ" (MDP) યોજાયો. 'MDP'નો ટોપિક "બિઝનેસ એનાલિટીક્સ ટુ એક્સલરેટ બિઝનેસ ડીસિઝન્સ" રાખવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામનું ઉદ્ઘાટન કરતા સંસ્થાના ડિરેક્ટર "ડો.નેહા શર્મા"એ પાર્ટીસિપેન્ટસને સંબોધન કર્યું હતું.


આ એક હાઈબ્રીડ પ્રોગ્રામ હતો, જેમાં પાર્ટીસિપેન્ટસને પોતાની    પસંદગી પ્રમાણે કેમ્પસ ક્લાસરૂમ કે ઓનલાઈન ભાગ લેવાની છૂટ આપવામાં આવી હતી."શાંતિ બિઝનેસ સ્કૂલ"ના "ડેટા એનાલિટીક્સના એરિયા ચેર પ્રોફેસર "અમિત સારાસ્વતે" આ પ્રોગ્રામ કન્ડક્ટ કર્યો હતો.,આ પ્રોગ્રામ કન્સેપ્ટ અને કેસનો બ્લેન્ડ હતો.


 આ પ્રોગ્રામના પ્રથમ દિવસે બિઝનેસ એનાલિટિક્સ, ડેટા સાયન્સ, બિઝનેસ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એલ્ગોરિધમ્સ, એરર્સ અને કેસ સ્ટડી જેવા કન્સેપ્ટ આવરી લેવામાં આવ્યા હતા.


જ્યારે બીજા દિવસે લર્નિંગ, એપ્લિકેશન ઓફ માર્કેટિંગ એનાલિટિક્સ, કસ્ટમર એનાલિટિક્સ, ડીપ લર્નિંગ, એપ્લિકેશન ઓફ ટેન્સર ફ્લો, ડેટા સાયન્સ ઓન એચ.આર એપ્લિકેશન વગેરે કન્સેપ્ટ આવરી લેવામાં આવ્યા હતા. તેમજ પાર્ટીસિપેન્ટસ સાથે બિઝનેસ પ્રોબ્લેમ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
 
આ પ્રોગ્રામમાં ગુજરાત અને ભારતના વિવિધ શહેરોમાંથી વર્કિંગ પ્રોફેશનલ્સે ભાગ લીધો હતો.આ સમગ્ર પ્રોગ્રામ દરમિયાન કોવિડ-19 પ્રોટોકોલ અને સરકારી નિયમોનું ચુસ્ત પણે પાલન કરવામાં આવ્યું હતું.