Gujarat Weather Update: હવામાન વિભાગ દ્વારા રાજયમાં આગામી 5 દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
પાટણ, સાબરકાંઠા, ભરૂચ, ડાંગ, નર્મદા, નવસારી, સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે તાપી, અમરેલી, ભાવનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ 40 કિલોમીટર પ્રતિકલાકથી ઓછી ઝડપે પવન ફૂંકાશે.


અમરેલીમાં કમોસમી વરસાદ યથાવત


અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ યથાવત છે. સાવરકુંડલા પંથકના ગામડામાં વરસાદ છે. ઘાંડલા,ભમર આસપાસના ગામડામાં ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે ઘાંડલા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. કમોસમી વરસાદ આવતા ખેડૂતોમાં ચિંતાતુર બન્યા છે.


મોરબીમાં વરસાદી ઝાપટું


મોરબી શહેરી વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું છે. શહેરનાં અનેક વિસ્તાર વરસાદી ઝાપટું વરસ્યું છે. મોરબીના મહેન્દ્રનગર ચોકડી, ધરમપુર, અને પીપળી ગામ માં વરસાદી ઝાપટું પડ્યું છે.