અમદાવાદઃ ક્રાઇમ બ્રાંચની સાયબર સેલે મહેન્દ્ર વર્મા નામના એક શખ્સની 10 મંદિર ચોરીના ગુનામાં ધરપકડ કરી છે. એક સગીર આરોપી સહિત ફરાર પરેશ પટેલ અને મહેન્દ્ર વર્મા અમદાવાદ અને કાલોલના 10 જેટલા મંદિરોમાં ચોરી કરી ચુક્યા છે. આરોપીઓ મંદિરની દાન પેટી જ ઉઠાવી જતા હતા ત્યારે આ ગેંગ કાલોલના જોગણીમાતાના એક જ મંદિરમાં 6 વખત ચોરી કરી ચુક્યા છે. ત્યારે પોલીસે આરોપીઓના રિમાન્ડ મળેવી વધુ ગુનાનો ભેદ ઉકેલવાનો પ્રયાસ હાથ ધર્યો છે.