અમદાવાદઃ પ્રવાસનો શોખ ધરાવતી ગુજરાતની પ્રજાને આ વર્ષે તહેવારો પર ફરવુ મોંઘું પડશે. નવરાત્રી, દશેરાનો તહેવાર ગયા સપ્તાહે જ પુરા થયા છે ત્યાં તો સામે દિવાળી આવીને ઉભી છે. એરલાઇન્સ કંપની આ તહેવારનો ભરપુર લાભ લેવા માંગ છે. એરલાઇન્સ કંપનીમાં દિવાળીનો માહોલ અત્યારથી જ જોવા મળી રહ્યો છે. એટલા માટે જ એરલાઇન્સ કંપનીએ ટિકિટના ભાવમાં ધરખમ વધારો કરી દીધો છે. અમુક કિસ્સામાં તો 350 ટકાનો ભાવ વધારો કરી દીધો છે.


ગુજરાતમાંથી દિવાળીના તહેવાર બાદ લોકો ગુજરાત બહાર ફરવા જવાનું વધુ પસંદ કરે છે. ત્યારે વાઘબારસથી લઇને ભાઇબીજના દિવસોમાં અમદાવાદથી ઉપડતી ફ્લાઇટમાં 35 ટકાથી લઇને 350 ટકારનો ભાવ વધારો એરલાઇન્સ કંપની દ્વારા ઝીકી દેવામાં આવ્યો છે.

સામાન્ય દિવસોમાં ઇકોનોમિક્સ ક્લાસમાં અમદાવાદથી દિલ્લીન ટિકિટ 3500 રૂપિયા હોય છે, જે દિવાળીના તહેવારમાં 7 હજારથી લઇને 185000 થશે. આવી જ રીતે મુંબઇ, બેંગ્લુરુ અને કોલકાત્તાની ફ્લાઇટની ટિકિટ્સના ભાગ 10,000થી લઇને 11,000 રૂપિયા થયા છે. આ ટિકિટમાં લોકોની ડિેમાન્ડ અને ટિકિટ્સની અવેલબ્લીટી અને સ્લોટના પ્રમાણમાં ચેંજ થાય છે.