અમદાવાદઃ કોંગ્રેસ છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવા છેલ્લી ઘડીએ દોડધામમાં પડી છે ત્યારે અમદાવાદમાં વિચિત્ર ઘટના બની છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર છમાં કોંગ્રેસના ત્રણ ઉમદવારોનાં ફોર્મ લઈને ચોથા ઉમેદવાર ગાયબ થઈ જતાં ત્રણ ઉમેદવારો રઝળી પડ્યા હતા.

કોંગ્રેસના ઉમેદવારો ભગવતી પટેલ, હિતેશ ચાવડા, જશીબેન ઠાકોરનાં ફોર્મ લઈને ચોથા ઉમેદવાર ગાયબ થઈ જતાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં  ચૂંટણી લડ્યા વગર જ કોંગ્રેસ આખા વોર્ડની 4 બેઠકો પર  હારી જાય એવી શક્યતા છે.

ઉમેદવાર ગાયબ થતાં જોધપુર વોર્ડમાં કોંગ્રેસના 3 ઉમેદવારો ફોર્મ નહિ ભરી શકે એવી સ્થિતી સર્જાઈ છે. જોધપુર વોર્ડના પેનલના ત્રણ ફોર્મ સાથે ઉમેદવાર ગાયબ થતાં કોંગ્રેસની સ્થિતી ખરાબ છે. બીજી તરફ અનેક વોર્ડમા કોંગ્રેસ ઉમેદવારો ફોર્મ ન ભરાવાની ભીતી હોવાથી અનેક વોર્ડમા ભાજપ કોંગ્રેસ સામે લડ્યા વગર જીતે તેવી સ્થિતી છે.