શાહનવાઝ શેખના સમર્થનમાં એન.એસ.યુ.આઈ.ના 500થી વધુ હોદ્દેદારોએ રાજીનામાં ધરી દીધાં છે. એમ.એસ.યુ.આઈ.ના હોદ્દેદારોએ કોંગ્રેસ મુખ્યાલય ખાતે દેખાવો પણ કર્યા હતા. જમાલપુર વોર્ડમાં શાહનવાઝના સ્થાને ઝુનેદ શેખને ટિકીટ અપાઈ છે. છેલ્લી ચૂંટમીમાં જીતનારાં રઝિયા સૈયદ, ઇમરાન ખેડાવાલા અને શાહનવાઝ શેખને રિપીટ કરાયા નથી. માત્ર અઝરા કાદરીને રિપીટ કરાયાં છે કે જે સીધાં ફોર્મ ભરવા જશે.
કોંગ્રેસે જમાલપુરમાંથી સીટીંગ કોર્પોરેટર શાહનવાઝ શેખની જમાલપુરમાંથી ટીકીટ કાપી નાખતાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ બગડી છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસે NSUIના ક્વોટામાંથી ટીકીટ આપી હતી.