અમદાવાદઃ શહેરના એસપી રિંગ રોડ પર દિવાલ ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. દિવાલ ધરાશાયી થતાં બે લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


ઓગણજ દશેશ્વર ફાર્મની દિવાલ ધરાશાયી થતાં પાંચ લોકો દટાયા હતા. તમામને બહાર કાઢી સોલાસિવિલ ખસેડાયા હતા. આ દુર્ઘટનામાં શીતલબેન ઠાંગા (ઉં.વ.16), વનિતાબેન મીથીયા (ઉં.વ.19), કવિતાબેન ઠાંગા (ઉં.વ. 35), અસ્મિતાબેન સગોડ (ઉં.વ.22), રિન્કુબેન મીથીયા ( ઉં.વ.19) દટાયા હતા. 



મૃતક ના નામ
વનિતા બેન 19 વર્ષ
શીતલ બેન  16 વર્ષ
કવિતા બેન  35 વર્ષ


ગુજરાતના કયા શહેરમાં ભારે વરસાદના પગલે સિટી બસ સેવા કરી દેવી પડી બંધ?


નવસારીઃ  નવસારી શહેરમાં ભારે વરસાદના પગલે સીટી બસ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.  શહેરના માર્ગો ઉપર પાણી ભરાઈ જવાના કારણે આજે શહેરમાં સીટી બસ નહીં દોડે.  મુસાફરોએ ખાનગી વાહન અથવા પોતાના વાહનથી મુસાફરી કરવી પડશે.


મહીસાગર નદી પર બનાવવામાં આવેલ નવીન હાડોડ બ્રિજને જોડતા માર્ગનો ભાગ વરસાદ પડતાજ બેસી ગયો. પુલને જોડતા રોડનો અમુક ભાગ બેસી જતા અકસ્માતની ભીતિ, તો પુલની સાઈડમાં પ્રોટેકશન માટે બનાવવામાં આવેલ બંને સાઈડની સિમેન્ટની પાળ પણ વરસાદના કારણે ધોવાઈ અને તિરાડો પડી. 18 કરોડના ખર્ચે ગત ફેબ્રુઆરી માસની 13 તારીખે લોકાર્પણ થયેલ પુલ પરના રોડનો ભાગ બેસી ગયો. આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી નિર્માણ પામેલ આ પુલની ડિઝાઇન લાઈફ 100 વર્ષની બતાવવામાં આવી છે, પરંતુ માત્ર પાંચ મહિનામા જ પુલને જોડતા રોડનો ભાગ બેસી ગયો. માર્ગ અને મકાન મંત્રી પુર્ણશ મોદીના હસ્તે ઇ લોકાર્પણ કરાયું હતું.


વિશ્વ બેન્ક યોજના હેઠળ તૈયાર થયેલ લુણાવાડા- ધોરીડુંગરી માર્ગ અને હડોડ હાઈ લેવલ બ્રીજની ગુણવત્તાની  તપાસ કરતાં અધિકારીઓ- એજન્સીની ચકાસણી પર ઉઠ્યા સવાલો.


ડભોઇ નગરમાં સાંજથી શરૂ થયેલા વરસાદે તારાજી સર્જી. વીતેલા 12 કલાકમાં 7.5ઇંચ વરસાદ ખાબક્યો. સીઝનનો કુલ વરસાદ 24 ઇંચ નોંધાયો. સાંબેલાધાર વરસાદના કારણે ડભોઇના નીચાણવાળા વિસ્તારો સહિત અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા. નગરના રાણાવાસ,  ખઇવાડી જનતાનગર, સિકંદર ચાલી, કાંસકીવાડ. સત્યમ પાર્ક સોસાયટી જેવા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાયા. વિવિધ વિસ્તારના ૭૦થી ૮૦ મકાનોમાં વરસાદી પાણી પ્રવેશ્યા. સિવિલ કોર્ટ, જુના એસ.ટી ડેપો, સેવાસદન, નગરપાલિકા શોપિંગમા દુકાનોમાં પાણી ઘુસ્યા. ડભોઇ નગરના નીચાણ વાળા વિસ્તારોમાં જળ બંબાકાર જેવી સ્થિતિ. લોકો રાત્રીના ઘરવખરી સાંભળતા અને ઘરોમાંથી પાણી ઉલેચતા નજરે પડ્યા.