અમદાવાદના અલગ અલગ વિસ્તારોમા વીજળીના કડાકા ભડાકા સાથે ધોમધાર વરસાદ વરસી રહ્યો છે.  નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાનું શરુ થઇ ગયું છે. ઠેર ઠેર ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન થઇ રહ્યા છે. વરસાદના કારણે શહેરના એસજી હાઇવે, પ્રહલાદનગર, નારણપુરા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.


ઉપરાંત ચાંગોદર, શિવરંજની, હેલ્મેટ ચાર રસ્તા, સરખેજ, સાયન્સ સિટી, બગોદરા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. વિરાટ નગર, ઓઢવ, ઘોડાસર, સીટીએમ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. ઘુમા, બોપલ, સાઉથ બોપલ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો.


ધોધમાર વરસાદથી વિઝિબિલિટી ઘટના વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદની પરિસ્થિતિને લઇને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. વરસાદ બાદ પાણી ભરાવાની પરિસ્થિતિને લઇને સરકારે સહાય જાહેર કરી છે. 156 નગરપાલિકાઓને સાફ સફાઇ માટે 17.10 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરાઇ છે.


ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 






 


મોંઘવારીનો માર! છેલ્લા એક વર્ષમાં બટાકા, લોટ, ખાંડ, ઘઉં સહિત તમામના ભાવ વધ્યા, ટામેટાં બમણા મોંઘા થયા, જાણો લેટેસ્ટ ભાવ


Edible Oil: ખાદ્યતેલ થયું સસ્તું, જાણો સરસવ, સોયાબીન સહિત તમામના ભાવ કેટલા ઘટ્યા


Microsoft Lay off: માઈક્રોસોફ્ટે કરી કર્મચારીઓની છટણી, જાણો કંપનીએ શું કારણ આપ્યું


Mika Di Vohti: મીકા સિંહના દિલ પર રાજ કરવા સ્વયંવરમાં આવી આ સુંદરી, ફોટો શેર કરી પોતાને 'ક્વિન' ગણાવી