ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક આગેવાનો ભાજપમાં જોડાઇ રહ્યા છે. ત્યારે આજે અમદાવાદના રાજકીય સામાજિક આગેવાનો ભાજપમાં જોડાશે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે. આજે બપોરે એક વાગ્યે આગેવાનો ભાજપમાં જોડાવાના છે. 




ગાંધીનગરઃ ફરી એકવાર કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. પંદર દિવસમાં જ બીજીવાર શાહનો ગુજરાત પ્રવાસ થવાનો છે. 10 એપ્રિલે શાહ ગુજરાતના પ્રવાસ આવશે. ગાંધીનગર ખાતે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના કાર્યક્રમમાં હાજર રહેશે. નેશનલ ફોરેન્સિક સાઇસન્સ યુનિવર્સીટીના પણ એક કાર્યક્રમમાં હાજર રહેશે.


Kalol : અમિત શાહે કહ્યું, “એક ખાનું ખાલી રાખી દીધું, આવતા વખતે એવું કામ કરજો કે તોડફોડ ન કરવી પડે”



Gandhinagar :
 કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સિવિલ હોસ્પિટલ , એસ જી હાઈવે , સોલા ખાતે સ્પીચ લેન્ગવેજ પેથોલોજી કોલેજ તેમજ જરૂરિયાતમંદ ગરીબ દર્દીઓ માટે શરૂ થનાર ભોજન વ્યવસ્થાનો શુભારંભ કરાવ્યો. આ અંગે તેમણે લખ્યું કે ગાંધીનગર ક્ષેત્રના સોલા સિવિલ હોસ્પિટલ ખાતે 'અન્નક્ષેત્ર' અને નવનિર્મિત 'કોલેજ ઓફ ઓડિયોલોજી'નું ઉદ્ઘાટન કર્યું. જ્યાં એક તરફ અન્નક્ષેત્રથી દર્દીઓના સગાઓને વિનામૂલ્યે ભોજન મળશે તો બીજી તરફ કોલેજથી વિસ્તારના યુવાનોને સારૂ શિક્ષણ મળશે તેમજ જાહેરજનતાને સારી આરોગ્ય સુવિધાનો લાભ મળશે.


ત્યારબાદ ગાંધીનગર જિલ્લાના કલોલમાં મોટી ભોયણ ખાતે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના સહયોગથી કેન્સર રોગ લોકજાગૃતિ અંગેની તાલીમ માટેના કાર્યક્રમનો શુભારંભ તેમજ વિવિધ કાર્યોના ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. આ  સાથે જ તેમણે  મોટી ભોયણ ખાતે પ્રાથમિક શાળા નં 1માં  આરોગ્ય કર્મચારીઓના આરોગ્યની તપાસ કાર્યક્રમના સબ સેન્ટરની મુલાકાત લીધી. 


બપોરે કલોલ નગરપાલિકા કેમ્પસમાં આવેલા ભારત માતા ટાઉનહોલ ખાતેથી કલોલ નગરપાલિકાના BVM રેલ્વે ફાટક પર નિર્માણ પામનાર ઓવરબ્રિજ અને સરદાર ગાર્ડનના નવીનીકરણ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું.