સોમવારે ગુજરાતમાં રાજકોટ સૌથી વધુ 42.3 ડિગ્રી સાથે ગરમ શહેર નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મંગળવારથી પાંચ દિવસ ગરમી ઘટી શકે છે અને ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદી ઝાપટાં પડવાની શક્યતાઓ છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમ ઈરાનમાં સર્જાયેલું અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન 15 મેથી દક્ષિણ પાકિસ્તાન વિસ્તારોમાં પહોંચશે. જેની અસરોથી 14થી 18 મે દરમિયાન તાપમાન સામાન્ય કે સામાન્યથી નીચું રહેશે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યાંક વરસાદી છાંટા પડવાની શક્યતાઓ છે.