અમદાવાદ: 7 મેના રોજ લેવાનારી તલાટીમી પરીક્ષાને લઈને આજે હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, દરેક ઉમેદવાર પરીક્ષા કેન્દ્રમાં પવેશ કરે ત્યારે વીડિયોગ્રાફી કરવામાં આવશે. ઉમેદવારની કોલ લેટર સાથે વીડિયોગ્રાફી કરવામાં આવશે. આ ઉપરાંત અસામાજિક તત્વો સામે ચાંપતી નજર રાખવામાં આવશે. જો ગેરરીતિ સામે આવશે તો નવા કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે, આ ઉપરાંત પેપરની સલામતી માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઢવવામાં આવશે. પરીક્ષી કેન્દ્રમાં પ્રવેશ સમયે ઉમેદવારના કોલ લેટરની તપાસ કરવામાં આવશે.


 






આ ઉપરાંત વર્ગખંડની બહાર ઉમેદવારોના બુટ ચંપલ બહાર કઢાવવામાં આવશે અને ઉમેદવાર સામે શંકા જશે તો તપાસ કરવામાં આવશે. તલાટીમી પરીક્ષા માટે આવતી કાલે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવશે.


 



વ્યાપક ડમીકાંડમાં સંડોવાયેલા આરોપીઓને કોલ લેટર ફાળવવામાં ન આવ્યા હોવાની વાત પણ હસમુખ પટેલે કરી. શંકાસ્પદ ઉમેદવારની ખાસ તપાસ કરવામાં આવશે. બોડી વોર્ન કેમેરાથી તમામ ઉમેદવારની ચકાસણી કરવામાં આવશે. જો કોઈ ઉમેદવાર ગેરરીતિ કરતા ઝડપાશે તો તેની સામે નવા કાયદા મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ગેરરીતિમાં મદદ કરનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.


ટ્રાફિક નિયમો ભંગ કરતા વાહન ચાલકો સાવધાન!


મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યા અને લોકો દ્વારા ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનના કિસ્સા વધી રહ્યા છે. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ ઈ મેમો આપવામાં આવે છે. જો કે, ઘણા કિસ્સામાં વાહન ચાલકો આ મેમો ભરતા નથી. એવામાં ગુજરાત રાજ્યમાં એક નવતર પહેલ શરુ કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાંથી ટ્રાફિકના ઈ ચલણ માટેની આ અનોખી શરુઆત છે.


 અમદાવાદની મેટ્રોપોલીટન કોર્ટ ખાતે વર્ચુઅલ ટ્રાફિક કોર્ટની શરુઆત કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓના ચલણો સાથે વન નેશન વન ચલણ પ્રોજેકટનું સફળ સંકલન થશે. સમગ્ર ગુજરાત રાજ્ય માટે વર્ચુઅલ ટ્રાફિક કોર્ટની શરુઆત કરાઈ છે.  ઈ ચલણની દંડની રકમ 90 દિવસમાં નહીં ચુકવાય તો આપોઆપ ટ્રાફીક કોર્ટમાં ચલણ મોકલાવાશે. ત્યાર બાદ વાહન માલિકના મોબાઈલ ફોન પર એસએમએસ દ્રારા નોટીસ મોકલવામાં આવશે. આમ હવે ઈ મેમો ન ભરતા વાહન ચાલકો પર તવાઈ બોલાવવામાં આવશે.


તલાટીની પરીક્ષી માટે અસટી વિભાગે વધારાની બસો ફાળવી છે. 1800 ઉમેદવારોએ એસટી વિભાગમાં એડવાન્સ બુકિંગ કરાવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે,તલાટીની પરીક્ષા માટે રેલવે અમે એસટી વિભાગનો સહયોગ મળ્યો છે. તલાટીની પરીક્ષા માટે આખુ પ્રશાસન પરીશ્રમ કરી રહ્યું છે. સાચો ઉમેદવાર નિર્ભયતાથી પરીક્ષા આપે. હસમુખ પટેલે ચીમકી આપી કે, ડમી બનીને પરીક્ષા આપવાનો પ્રયાસ કરનાર જેલના સળિયા ગણવા તૈયાર રહે.