Jagadish Vishwakarma: જગદીશ વિશ્વકર્મા બન્યા ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રીએ પાઠવી શુભેચ્છા

Jagadish Vishwakarma: આજે જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે કમલમ (ભાજપ કાર્યાલય) ખાતે પદગ્રહણ કરવા જઈ રહ્યા છે. તેમની સાથે જોડાયેલી તમામ અપડેટ તમને અહીં મળશે.

Advertisement

gujarati.abplive.com Last Updated: 04 Oct 2025 12:06 PM

બ્રેકગ્રાઉન્ડ

Jagadish Vishwakarma: આજે જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે કમલમ (ભાજપ કાર્યાલય) ખાતે પદગ્રહણ કરવા જઈ રહ્યા છે. આજે સવારે 10 વાગ્યે આ અંગેની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે....More

જગદીશ વિશ્વકર્મા બન્યા ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની સત્તાવાર વરણી કરવામાં આવી છે. આ પ્રસંગે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને શ્રીફળ અર્પણ કર્યું હતું, જ્યારે પૂર્વ પ્રમુખ સી.આર. પાટીલે જગદીશ વિશ્વકર્માને ભાજપનો ઝંડો સુપરત કર્યો હતો. નવનિયુક્ત પ્રદેશ પ્રમુખનું ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગદીશ વિશ્વકર્માને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે ભાજપ હંમેશા સરકાર અને સંગઠનના તાલમેલથી આગળ વધે છે, અને દરેકને સાથે લઈને ચાલવું એ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મંત્ર છે.





© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.