અમદાવાદઃ અમદાવાદમા વિદેશી દારૂને લઈને બુટલેગરનો નવો કીમીયો સામે આવ્યો છે. વૈભવી બંગલોમાં વિદેશી દારૂ છુપાવીને વેચાણ કરતા બુટલેગરો ઝડપાયા ચકચાર મચી ગઈ હતી. સોલા અને વસ્ત્રાપુરમા વિદેશી દારૂનો જથ્થા સાથે બુટલેગરોની ધરપકડ કરીને પોલીસે તપાસ શરૂ કરી છે.
આ બુટલગેરોએ શહેરના પોશ ગણાતા સોલા વિસ્તારમા પોતાના વૈભવી બંગલાના રસોડામા ભોંયરૂ બનાવીને વિદેશી બ્રાન્ડનો મોંઘો દારૂનો જથ્થો છુપાવ્યો હતો.. સોલા પોલીસને દારૂની હેરાફેરીની બાતમી મળતા સોલા સિવિલ હોસ્પીટલની સામે આવેલા હરીવિલામા બંગ્લોઝના સી 38 નંબરના બંગલોમા પોલીસે રેડ કરી હતી. જેમાં બંગલાના માલીક વિનોદભાઈ પટેલ ઉર્ફે વોરા વિદેશી દારૂનું વેચાણ કરતા હોવાનુ ખુલ્યુ હતું. પોલીસે તપાસ કરતા પાર્કિગમા પાર્ક કરેલી કારમાં પાછળની ડેકીમા વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો. એટલુ જ નહિ પોલીસે બુટલેગરના ઘરમાં તપાસ કરતા રસોડામાં ફ્રીઝ ખસેડી જોતા નીચે ભોંયરું મળી આવ્યું હતું. ભોંયરામાં આવવા જવા માટે લોખંડની સીડી પણ મૂકી હતી. ત્યા જુદી-જુદી વિદેશી બ્રાન્ડની દારૂની બોટલ છુપાવી હતી.. સોલા પોલીસે બુટલેગર વિનોદ વોરાની ધરપકડ કરીને 9 લાખના દારૂના જથ્થા સહિત રૂ 14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સોલા પોલીસ સ્ટેશનના પીઈઆ જે.પી.જાડેજાએ કહ્યું, આરોપી રાજસ્થાનથી જાતે દારૂ લાવતો અથવા પર્સલમાં પણ દારૂ મંગાવતો. 3 હજારથી લઈ 10 હજાર સુધીની કિંમતની દારૂની બોટલ પર તે ત્રણ હજારથી વધુ નફો મેળવતો. હતો. ઉપરાંત વોટ્સએપ થકી આ ધંધો ચલાવી રોકડીયો વેપાર કરતો. હતો.
વસ્ત્રાપુર પોલીસે પોશ વિસ્તાર રાજપથ કલબની સામે રંગરેજ પાર્કમા રેડ કરીને રૂ 4.60 લાખનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો. અરંવિદ પટેલ અને સોલામા પકડાયેલ વિનોદ પટેલ બન્ને સગા ભાઈઓ છે. તેઓ શાહપુરમા રહેતા હતા.. પંરતુ દારૂનો ધંધો કરવા પોશ વિસ્તારમા મકાન ખરીદ્યું હતું. વિનોદએ ઘરમાં આવેલી અન્ડરગ્રાઉન્ડ પાણીની ટાકીની ઉપર રસોડુ બનાવીને ટાંકીને દારૂનો જથ્થો છુપાવવા ભોયરૂ બનાવ્યુ હતુ.. દારૂના વેચાણની સાથે વિનોદ જમીન દલાલનો ધંધો કરતો હતો.. જેથી પોલીસને શંકા પડે નહિ. જયારે તેના ભાઈએ દારૂની સાથે અન્ય વેપાર શરૂ કર્યો હતો. હાઈપ્રોફાઈલ સ્ટાઈલથી દારૂના ધંધો કરતા આ બુટલેગરનો ભાંડો ફુટતા પોલીસે ઝડપી લીધા છે.
સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.પી.જાડેજાએ કહ્યું, બુટેલગરો આ મોંઘી બ્રાન્ડેડ દારૂનો જથ્થો રાજસ્થાનથી બસમા પાર્સલથી મંગાવતા હતા.. છેલ્લા બે વર્ષથી આ બુટલેગરો વૈભવી લાઈફ સ્ટાઈલ વચ્ચે દારૂનો ધંધો કરતા હોવાનુ ખુલ્યુ છે. હાલમા પોલીસે આ બન્ને ભાઈઓની ધરપકડ કરીને તેઓ દારૂનુ વેચાણ કયા કરતા હતા અને કોણ અન્ય વ્યકિત સંડોવાયેલા છે જેને લઈને પુછપરછ શરૂ કરી છે