Amit Shah Gujarat Visit: આજથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે, આ દરમિયાન અહીં કેટલાક વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. અમદાવાદમાં આવાસ યોજના, મનપા શાળાઓ અને હેલ્થ સેન્ટરને લગતા વિકાસકાર્યોનું આજે લોકાર્પણ કરાશે. 


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે, રાજ્યમાં કેટલાક વિકાસકાર્યોનું કેન્દ્રીય મંત્રીના હસ્તે લોકાર્પણ થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં ૧૯૫૦ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમૂર્હત કરશે. થલતેજમાં અર્બન કૉમ્યૂનિટી હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરાશે. જૂના વાડજમાં ૫૮૮ આવાસો અને ગુજરાતી શાળાનું લોકાર્પણ કરશે. અમદાવાદ શહેરના સિંધુભવન અને પ્રહલાદનગર રૉડ પર મલ્ટીલેવલ પાર્કિંગ ખુલ્લા મુકાશે. મકરબા રેલવે અંડર પાસ સિંધુભવન રૉડ પરના પાર્ટીપ્લોટનું લોકાર્પણ કરશે. અમિત શાહના કાર્યકમ અંગે અમદાવાદ મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ ખાસ નિવેદન આપ્યુ છે, તેમને જણાવ્યુ કે, અમદાવાદ શહેરના રામદેવ ટેકરા વિસ્તારમાં ઝૂંપડપટ્ટીની જગ્યાએ આવાસ ફાળવવામાં આવશે, વસ્ત્રાપુર તળાવના રિડેવલપમેન્ટ માટે આજે ખાતમુર્હત પણ કરાશે. આ ઉપરાંત અમદાવાદ મનપા વિસ્તારમાં નવી ૧૧ સ્માર્ટ શાળાનું લોકાર્પણ કરાશે, ૯ કરોડના ખર્ચે ૩૦ બેડની હૉસ્પિટલને ખુલ્લી મુકાશે, આ થલતેજ હેલ્થ સેન્ટરને જનભાગીદારીથી તૈયાર કરવામાં આવ્યું છે. 


પહેલા સમજો કે નાગરિકતા કાયદો CAA શું છે


નાગરિકતા (સુધારા) અધિનિયમ 2019 એ ભારત સરકાર દ્વારા પસાર કરાયેલ એક વિવાદાસ્પદ કાયદો છે. આ કાયદો 31 ડિસેમ્બર 2014 સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા છ ધર્મો, હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસીના શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપે છે.


એટલે કે, આ કાયદા હેઠળ, ત્રણ પડોશી મુસ્લિમ બહુમતીવાળા દેશોમાંથી આવતા લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવશે જેઓ 2014 સુધી કોઈને કોઈ અત્યાચારનો ભોગ બનીને ભારતમાં આવીને સ્થાયી થયા હતા. જો કે, મુસ્લિમોને આ જોગવાઈથી દૂર રાખવામાં આવ્યા છે જેના કારણે આ કાયદાનો વિરોધ થઈ રહ્યો છે.


ત્રણ દેશોમાંથી આવતા વિસ્થાપિત લોકોને નાગરિકતા મેળવવા માટે કોઈ દસ્તાવેજ આપવાની જરૂર રહેશે નહીં. કાયદા હેઠળ છ લઘુમતીઓને નાગરિકતા મળતા જ તેમને મૂળભૂત અધિકારો પણ મળી જશે.