અમદાવાદમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે શહેરમાં કોરોનાનો અટકવાનું નામ જ નથી લેતો. કોરોનાનો રોકવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં બે ઈન્ટન તબીબોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદમાં હાલ કોરોનાનો 10590 કેસ નોંધાયા છે જેમાં 722 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે 4187 દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે ઈન્ટન તબીબોને કોરોના પોઝિટિવ આવ્યો છે. લક્ષણ જણાયા છતાં પણ બંન્ને તબીબો ફરજ બજાવતા હતાં. છેલ્લા એક સપ્તાહથી લક્ષણો હોવા છતાં પણ ફરજ હાજર રહ્યા હતાં. કોરોના ટેસ્ટ કરાવતાં બન્ને તબીબો પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદમાં કોરોનાનો કહેર છે ત્યારે અમદાવાદમાં કોરોનાના કુલ કેસ 10590 છે જેમાંથી 722 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 4187 લોકો સાજા થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.