અમદાવાદના અસારવા વિસ્તારમાં જુની જર્જરિત દીવાલ ધરાશાયી થતાં દોડધામ મચી ગઇ હતી.દાદા હરી વાવ નજીકની દીવાલ તૂટી પડી હતી.  દીવાલનો કાટમાળ લોકો પર પડતાં ત્રણ લોકોને ગંભીર ઇજા થતાં  ત્રણેયને તાબડતોબ સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા છે. તો બે લોકોના દુર્ઘટનામામાં મોત થયા છે. માનસી જાટવ અને સીદ્દિક પઠાણનું મોત થયું છે.  એક મહિલાનું રેસક્યું કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગ્રેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તાબડતોબ રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક મળતી માહિતી મુજબ જુની જર્જરિત દિવાલ હોવાથી ધરાશાયી થઇ હતી. દીવાલના કાળમાળમાંથી એક મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જ્યારે 2નાં લોકોના મોત નિપજ્યાં છે.


અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં 10 લોકોના મોત


અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. નડિયાદ પાસે ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતા 10 લોકોના મોત થયા હતા. કાર વડોદરાથી અમદાવાદ તરફ જતી હતી. 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. 


કાર વડોદરાથી અમદાવાદ તરફ જઇ રહી હતી ત્યારે  અકસ્માત થયો હતો. અકસ્માતને પગલે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિકજામ થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે અર્ટિગા કારના પતરા કાપીને મૃતદેહો બહાર કાઢવા પડ્યા હતા.


એક્સપ્રેસ વે પર ટેન્કરની પાછળ કાર ઘૂસી જતાં કારમાં સવાર આઠ લોકોના ઘટનાસ્થળે જ્યારે બે લોકોના સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા. અર્ટીગા કાર વડોદરાથી અમદાવાદ તરફ આવી રહી હતી. તે દરમિયાન નડિયાદ પાછળ બગડેલા ટેન્કર પાછળ ઘૂસી જતા આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતગ્રસ્ત કાર અમદાવાદ પાસિંગની છે તેનો નંબર GJ27 EC 2578 છે.પોલીસે મૃતકોની ઓળખ મેળવવા માટે કારના નંબર અને આધારકાર્ડની વિગતના આધારે તપાસ શરૂ કરી છે.                   


મૃતકો અમદાવાદ, વડોદરા અને નડિયાદના રહેવાસી હતા. કાર ટેક્સી પાસિંગની ન હતી તેમ છતાં તેમાં મુસાફરોને બેસાડાતા હતા. કારની ક્ષમતા સાત લોકોની હતી, તેમ છતાં તેમાં ડ્રાઈવર સહિત 10 લોકો બેઠા હતા. RTO પ્રશાસન પણ આવા વાહનચાલકો સામે કોઈ કાર્યવાહી કરતું નથી જેના પરિણામે અવારનવાર આવા અકસ્માતો સર્જાય છે.