ઉલ્લેખનીય છે કે, શનિવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીનું નિધન થઇ ગયુ હતુ. રવિવારે દિલ્હીના નિગમ બોધઘાટ પર તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિતના દિગ્ગજ નેતાઓ સાથે વિપક્ષી નેતાઓ પણ હાજર રહ્યાં હતા.
અમિત શાહની ગુજરાત મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે. આ મુલાકાત દરમિયાન અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારની ચર્ચા કરી શકે છે. આ સિવાય ગાંધીનગર સાંસદ તરીકેની જ્યાં તેઓ પોતાના મતવિસ્તારમાં વિકાસ કાર્યોમાં ભાગ લેશે. પોતાના મતવિસ્તારમાં યોજનાઓના અમલીકરણ અને નાગરીકોને લાભ મળે તે મુદ્દાઓ પર ચર્ચા થશે. દેશની સૌ પ્રથમ બેટરી સંચાલિત ઇલેક્ટ્રીક બસનું પણ લોકાર્પણ કરશે. 29મીએ બપોરે 3 કલાકે ગાંધીનગર કલેક્ટર સાથે ભારત સરકારની યોજનાઓને લઇને ચર્ચા કરશે.