Ashaben Patel Died : ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું નિધન, પાર્થિવ દેહની અંતિમ વિધિ સિદ્ધપુરમાં કરાશે

Ashaben Patel Died : ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું નિધન, મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો

gujarati.abplive.com Last Updated: 12 Dec 2021 04:15 PM

બ્રેકગ્રાઉન્ડ

અમદાવાદઃ  ઊંઝાનાં ભાજપનાં ધારાસભ્ય આશાબેન પટેલની તબિયત લથડતા તેમને અમદાવાદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. કમનસીબે તેમને બચાવી શકાયા નથી અને આજે બપોરે આશાબેન પટેલનું નિધન થયું હતું.  મલ્ટીપલ...More

પાર્થિવ દેહની અંતિમ વિધિ સિદ્ધપુરમાં

આશાબેન પટેલના પાર્થિવ દેહને ઊંઝાના સ્વપ્ન બંગ્લોઝ નિવાસ સ્થાને લઇ જવામાં આવશે. સ્વપ્ન બંગ્લોઝથી મોડી સાંજે પાર્થિવ દેહને APMC ઉંઝા લઈ જવાશે. રાત્રી દરમ્યાન પાર્થિવ દેહ ઉંઝા APMC ખાતે રાખવામા આવશે. બાદમાં આવતીકાલે સવારે ઉંઝા શહેરમાં અંતિમ યાત્રા યોજાશે. સવારે અંતિમ યાત્રા તેમના વતન વિશોળ ગામે જશે. વિશોળથી પાર્થિવ દેહને સિદ્ધપુર અંતિમધામ લઈ જવાશે. જે બાદ સિદ્ધપુરમાં સ્વ.આશાબેન પટેલનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલીન થશે