અમદાવાદઃ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાતાં પહેલાં પાટીદાર આગેવાન  હાર્દિક પટેલ ભાજપના ઘણા નેતાઓને મળ્યો હતો.  અગ્રણી ગુજરાતી અખબાર ગુજરાત સમાચારમાં છપાયેલા અહેવાલ પ્રમાણે, હાર્દિક પટેલે ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનને મળવાનો પ્રયત્ન પણ કર્યો હતો પણ આનંદીબેને હાર્દિકને મળવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. આનંદીબેન પટેલ હાલમાં ઉત્તર પ્રદેશમાં રાજ્યપાલ છે.


આ અહેવાલ પ્રમાણે, આનંદીબેન પટેલે હાર્દિક પટેલને મળવાનો સાફ ઈન્કાર કરીને મેસેજ આપ્યો હતો કે મને મળવાની જરૂર જ નથી, સાહેબને મળી લેજો અને આંદોલન અંગે વિગતવાર વાત કરી લેજો.


હાર્દિક પટેલે શરૂ કરેલા પાટીદાર અનામત આંદોલનના કારણે આનંદીબેન પટેલે ગુજરાતના મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપવું પડ્યું હતું. આ કારણે આનંદીબેન પટેલ અને હાર્દિક પટેલને બનતું નથી. 


હાર્દિક પટેલ ગુજરાતના રાજકારણમાં ઉગતો  સિતારો હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં પાટીદાર આંદોલનમાં જોડાવાથી માંડીને પ્રદેશ પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસમાં જોડાવા સુધી, કોંગ્રેસને અલવિદા કહીને, ભાજપમાં જોડાયા ત્યાં સુધી તેઓ સતત હેડલાઈન્સમાં રહ્યા છે. હાલ તો હાર્દિક પટેલ આજે બપોરે 12 વાગ્યે તેના 15 હજાર કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે.


હાર્દિક પટેલ અને સ્વેતા બ્રહ્મભટના ભાજપમાં  અલગ અલગ સમયે જોડાશે. શ્વેતા બ્રહ્મભટ્ટ 11 વાગ્યે તો હાર્દિક પટેલ 12 વાગ્યે ભાજપમાં  જોડાશે. આ પહેલા બંને ને એક જ સમયે ભાજપ મા જોડવાનું નક્કી થયું હતું.. ઉલ્લેખનિય છે કે, હાર્દિક ની વેલકમ પાર્ટીમાં સીએમ ભુપેન્દ્ર પટેલ હાજર નહિ રહે. માત્ર સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ ની હાજરીમાં જ હાર્દિક ભાજપમાં જોડાશે.


પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ ભાજપમાં જોડાવાનું પોસ્ટર પોસ્ટ કર્યું છે. જે પોસ્ટરમાં  કહેવામાં આવ્યું છે કે, હાર્દિક પટેલ 2 જૂન, ગુરુવારે  કમલમ ખાતે  ગાંધીનગરમાં ભાજપમાં જોડાશે. જો કે  હાર્દિકના ભાજપમાં જોડાવાનો કાર્યક્રમ આજે સવારે 9 વાગ્યાથી શરૂ થઇ જશે.. તેઓ સવારે 9 વાગ્યે ઘરે દુર્ગાનો પાઠ કરશે, ત્યારબાદ તેઓ SGVP ગુરુકુલમાં સવારે 10 વાગ્યે શ્યામ અને ધનશ્યામ આરતી કરશે.


18 મેના રોજ કોંગ્રેસ છોડી દીધું


પોસ્ટર મુજબ ભાજપમાં જોડાતા પહેલા હાર્દિક પટેલ સંતોની સાથે ગાય પૂજામાં ભાગ લેશે. આ પછી તેઓ સવારે 11 વાગે પટેલ કમલમ ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખની હાજરીમાં ભાજપમાં જોડાશે. હાલમાં લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલે 18 મે 2022ના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.


કોંગ્રેસના નેતૃત્વથી પરેશાન હતા
તમને જણાવી દઈએ કે યમરાજથી લઈને પીએમ મોદી સુધી ખોટા શબ્દોનો ઉપયોગ કરવા માટે જાણીતા હાર્દિક પટેલ હવે ખુદ ભાજપમાં જોડાવા જઈ રહ્યો છે. હાર્દિકે વર્ષ 2019માં કોંગ્રેસનો હાથ  થામ્યો  હતો. 11 જુલાઈ, 2020 ના રોજ, કોંગ્રેસે ગુજરાતમાં પ્રદેશ કાર્યકારી અધ્યક્ષની કમાન હાર્દિકને સોંપી હતી. હાર્દિકનું કહેવું છે કે કોંગ્રેસની લીડરશિપથી તે પરેશાન હતા અને તેને કોઇ કામ કરવાનો મોકો ન હતો મળતો માટે તેમણે કોંગ્રેસ છોડનાનો નિર્ણય લીધો.