Ahmedabad News:અમદાવાદમાં  નહેરુનગરના માણેકબાગ રોડ પર શાકભાજીના વેપારી પર ફાયરિંગની ઘટના બની છે. ફાયરિંગમાં વેપારીનું મૃત્યુ થયું છે. ઉલ્લેખનિય છે કે, ફાયરિંગમાં વેપારીના  કાન પાસેથી ગોળી નીકળી જતાં વેપારીને કાનની પાસે ભારે ઇજા થઇ હતી. ઘાયલ હોવાથી તેમને  સારવાર અર્થે જીવરાજ મહેતા હોસ્પિટલ લઇ જવાયા હતા. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું છે.  ફાયરિંગ કરનાર શખ્સ ફાયરિંગ બાદ બાઇકમાં ફરાર થયો ગયો હતો. જુની  અદાવતમાં ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું છે.


આ સમગ્ર ઘટનાની જાણ થતાં  ઉચ્ચર અધિકારીઓ સહિત પોલીસકર્મીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આરોપીની પકડવા માટે તજવીજ હાથ ધરી છે.


મળતી માહિતી મુજબ આ પહેલા પણ જુની અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના નહેરુનગરના માણેકબાગ રોડ પર  શુક્રવારે  રાત્રે 8 વાગ્યાની આસપાસ બની હતી. જેના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે બદામજી છમનાજી મોદી  મૂળ રાજસ્થાનના સિહોરીના રહેવાસી હોવાની માહિતી મળી છે. તેઓ  અમદાવાદમાં બોરાણા શાકભાજીનો વેપાર કરે છે.                                                                                                                                                                     


જ્યારે આ મામલે પરિજનો સાથે વાત કરવામાં આવી તો જાણવા મળ્યું છે કે, પારિવારિક અદાવતમાં તેમના મોટાભાઇનું એક વર્ષ પહેલા ગળું દબાવીને કોઇ અજ્ઞાન શખ્સો હત્યા કરી હતી તો  બીજી તરફ તેમના જ ભાઇ બદામજી છમનાજી મોદી  પર પણ આ પહેલા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. આરોપી હજુ પણ પોલીસ પકડથી બહાર છે.  પોલીસે આ સમગ્ર મામલે  તપાસ હાથ ઘરી છે.   


આ પણ વાંચો


Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ