Khyati Hospital News: અમદાવાદની કુખ્યાત ખ્યાતિ હૉસ્પિટલની વધુ એક કાળી કરતૂત સામે આવી છે. ફ્રી કેમ્પના નામે સારવાર માટે અમદાવાદ બોલાવી નાણા કમાવાનો ધંધાનો પર્દાફાશ થયો છે. આ કેસમાં ઓપરેશન કરનારા ડૉક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી હતી. વસ્ત્રાપુર પોલીસે કોર્ટમાં વજીરાણીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા અને કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તપાસ દરમિયાન ડૉક્ટર પ્રશાંતની વધુ એક કરતૂત સામે આવી છે. ડૉ.પ્રશાંતે છેલ્લા 4 વર્ષમાં સાત હજાર દર્દીઓના ઓપેરશન કર્યા છે. ડૉક્ટર પ્રશાંત વજીરાણીએ ઓક્ટોબર અને નવેમ્બરમાં 221 લોકોની એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી સર્જરી કરી છે. 


અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 19 દર્દીને અમદાવાદ લાવવામાં આવ્યા હતા. આ પૈકી 7 દર્દીઓમાં કોઇપણ પ્રકારની સંમતિ વિના જ સ્ટેન્ટ પણ લગાવી દેવામાં આવ્યું હતું. જેમાંથી બે દર્દીઓ સ્ટેન્ટ લગાવ્યાના થોડા જ કલાકમાં મૃત્યુ પામ્યા હતા. આ કેસમાં ધરપડક કરાયેલા ડૉક્ટર પ્રશાંત વજીરાણીની વધુ એક કરતૂત ખુલી છે. ડૉ.પ્રશાંત વજીરાણીએ 42 દિવસમાં 221 લોકોની એન્જિયૉગ્રાફી અને એન્જિયૉપ્લાસ્ટી કરી છે. ડૉક્ટરની આ રીતેની બેદરકારીથી દર્દીઓનો જીવ જોખમમાં મુકાયા છે. આ ડૉક્ટરે ગત ઓક્ટોબર મહિનામાં 166 દર્દીઓની એન્જિયૉગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી હતી, અને નવેમ્બરમાં 55 દર્દીઓની એન્જિયૉગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કર્યાનો પર્દાફાશ થયો છે. છેલ્લા 4 વર્ષમાં ડૉ.પ્રશાંતે 7 હજારથી વધુ સર્જરી આરોપ લાગ્યો છે. ડૉ.પ્રશાંત વજીરાણીની આવી કાળી કરતૂત સામે આવતા જ લોકોમાં રોષ ફેલાયો છે.


ખ્યાતિ હૉસ્પિટલ મોતકાંડ, જાણો શું છે સમગ્ર મામલો - 
અમદાવાદના એસજી હાઇવે પર રાજપથ ક્લબની  સામે આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. અહીં બેદરકારીના કારણે 2 દર્દીના મોત થતાં  પરિવારજનો બેદરકારી અને છેતરપિંડીનો આરોપ લગાવી રહ્યાં છે.  સ્ટેન્ટ મૂકાવ્યા બાદ બંને દર્દીના મૃત્યુ થયા હતા. કડી તાલુકાના બોરીસણા ગામમાં હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેનો લાભ લેવા ગયેલા દર્દીઓને ડોક્ટરે સ્ટેન્ટ મુકાવવાનું સજેસ્ટ કર્યું હતું. આ માટે આ દર્દીઓને અમદાવાદની ખ્ચાતિ  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે અહીં સારવાર બાદ અને સ્ટેન્ટ મૂકાવ્યા બાદ બે દર્દીઓના મોત થયા છે.  સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ મહેશભાઈ બારોટ, નાગજીભાઈ સેનમા નામના દર્દીનું મોત થતાં પરિવાજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરીને રોષ પ્રગટ કર્યો હતો. બંને દર્દીના સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ મોત થતાં હોસ્પિટલની કાર્યશૈલી પર ગંભીર સવાલ ઉઠવા સ્વાભાવિક છે.ઉલ્લેખનિય છે કે ખ્યાતિ હોસ્પિટલમાં 19 લોકોની  એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. અને  7 દર્દીની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેમાં  સારવાર બાદ 2 લોકોના મૃત્યુ થયા હતા.  


આ પણ વાંચો


2 દર્દીના જીવ લેનાર ખ્યાતિ હોસ્પિટલને કરાશે બ્લેકલિસ્ટ? આજે આરોગ્ય મંત્રીની અધિકારીઓ સાથે બેઠક