અમદાવાદમાં 15મે પછી શાકભાજી અને કરિયાણાની દુકાનો શરતો સાથે ખુલશે, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 May 2020 06:33 PM (IST)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો શાકભાજી અને કરિયાણાની દુકાનો ખોલવા મામલે સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો શાકભાજી અને કરિયાણાની દુકાનો ખોલવા મામલે સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં 15મે પછી શાકભાજી, કરિયાણાની દુકાનો અને અનાજ દળવાની ઘંટી શરતોને આધીન ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ દુકાનો સવારે 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી નિચ્છીત વોર્ડમાં ખુલ્લી રાખી શકાશે. નિચ્છીત સમયગાળા સિવાય વેપાર કરી શકાશે નહિં. વેચાણ સમયે સામાજિક અંતર જાળવવુ ફરજિયાત છે. રોકડ વ્યવહાર થઇ શકશે પરંતુ રોકડ વ્યવહાર ટાળવા માટે અપીલ કરવામાં આવી છે. દુકાનદારોએ માસ્ક, હેન્ડ ગ્લોઝ, કેપ ફરજિયાત પહેરી રાખવી પડશે. આ સિવાય હોમ ડિલિવરી માટે સવારના 10 થી સાંજના 5 વાગ્યા સુધી મંજુરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં ગુજરાતમાં સૌથી વધુ કેસ છે.