અમદાવાદઃ ‘બેટી બચાવો’ નારા લગાડતાં ભાજપના જ નરોડામાં ધારાસભ્ય બલરામ થાવાણીનો મહિલાને માર મારી રહ્યાનો વીડિયો વાયરલ થયો છે. નરાડોમાં પાણીની વિકટ સમસ્યાને પગલે રવિવારે મહિલાઓ સ્થાનિક ધારાસભ્યની ઓફિસની બહાર વિરોધ નોંધાવી રહી હતી.
આ દરમિયાન મહિલાઓ સાથે વાતચીત કરી રહ્યાં હતાં ત્યારે વાત વણસતા ધારાસભ્ય બલરામ થવાણી અને તેમના મળતિયાઓએ મળી મહિલાને ઢોર માર માર્યો હતો. જેના પગલે નાસભાગ મચી ગઈ હતી. જાહેરમાં મહિલાને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વહેતો થયો હતો.
મહિલા સહિત સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, નરોડામાં પાણીની વ્યાપક તંગી છે. ધારાસભ્ય સહિત સ્થાનિક રાજકીય આગેવાનોને રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ આવ્યું ન હતું. જેના કારણે ધારાસભ્યનો ઘેરાવો કર્યો હતો. જે તેમને ન ગમતા કાર્યકરો સાથે મળી મહિલાને માર માર્યો હતો. મહિલા સશક્તીકરણની વાતો કરનાર ભાજપના જ ધારાસભ્યે નિષ્ઠુર બની મહિલાને માર મારી હોદ્દાની ગરિમા પણ જાળવી નથી.
હજુ બે દિવસ પહેલાં જ તેમના ભાઈ અને AMCના કોર્પોરેટર કિશોર થાવાણી પાણી મુદ્દે જબરજસ્તીથી પાણીના કનેક્શન કપાવી અને વીડિયો ઉતારનારને થપ્પડ મારતાં નજરે આવ્યા હતાં. તે વખતે પણ કિશોર થાવાણીનો માર મારતો વીડિયો વાયરલ થયો હતો.
અમદાવાદમાં ભાજપના કયા MLAએ જાહેરમાં મહિલાને ધોલાઈ કરી, જાણો વિગત
abpasmita.in
Updated at:
03 Jun 2019 09:12 AM (IST)
આ દરમિયાન મહિલાઓ સાથે વાતચીત કરી રહ્યાં હતાં ત્યારે વાત વણસતા ધારાસભ્ય બલરામ થવાણી અને તેમના મળતિયાઓએ મળી મહિલાને ઢોર માર માર્યો હતો. જેના પગલે નાસભાગ મચી ગઈ હતી. જાહેરમાં મહિલાને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વહેતો થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -