વિશ્વ ઉમિયાધામે કેનેડામાં અભ્યાસ અર્થે ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે ગાઈડલાઈન જાહેર કરી છે. ભારતીય વિદ્યાર્થીઓને કેનેડાના કાયદાની વિરૂદ્ધ પ્રવૃતિઓ થતી હોય તેવા બીચ, પીકનીક પોઈંટ સહિતના જાહેર સ્થળેથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.તો રાત્રીના સમયે તો કોઈ પણ સંજોગોમાં આ પ્રકારના સ્થળોએ ન જવા સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત ભારતથી કેનેડા ગયેલા વિદ્યાર્થીઓને ભારત સરકારના પોર્ટલ MADAD.GOV.IN પર ભારતના કોન્સ્યુલેટ જનરલમાં નોંધણી કરાવવા સૂચના આપી છે. તો ગુજરાતના કોઈ પણ વિદ્યાર્થી જ્યારે મુશ્કેલીમાં મૂકાયા હોય ત્યારે સંસ્થાના VUF ન્યુ કમર્સ હેલ્થ ગ્રુપ તથા કેનેડાના જે-તે શહેરના બનાવેલા વોટ્સએપ ગ્રુપમાં તેની વિગતો પોસ્ટ કરવા સૂચના અપાઈ છે. જો સંજોગોવસાત કેનેડાના પ્રતિનિધિઓનો સંપર્ક ન થઈ શકે તો વિશ્વ ઉમિયાધામ જાસપુર કાર્યાલયના નંબર +91 72020 80222 / 333 પર સંપર્ક કરવા પણ અપીલ કરવામાં આવી છે. કોઈ અજાણી વ્યકિત પાસેથી કોઈ પણ પ્રકારનું પાર્સલ લેવુ કે આપવું નહીં તે પણ સ્પષ્ટતા કરી છે.
ઉપરાંત એવી પ્રવૃતિ કે જેના કારણે કોઈ ચોક્કસ વર્ગના લોકોના રોષનો ભોગ બનવાનો સમય આવે એવી પ્રવૃત્તિમાં સામેલ ન થવાનું પણ કહેવામાં આવ્યું છે. તે સિવાય કોઈપણ અજાણી વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારનું નાનું કે મોટું પાર્સલ આપવામાં આવે તો તે ન લેવાની પણ સૂચના અપાઇ છે. જ્યારે પણ તમો કોઈ વિપરીત પરિસ્થિતિમાં મુકાયા હોય કે અપ્રિય ઘટનાનો ભોગ બન્યો હોય કે સાક્ષી બન્યા હોય તેવા સંજોગોમાં નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો તેમજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કેનેડાના પ્રતિનિધિઓનો સંપર્ક કરવાની પણ સલાહ આપવામાં આવી છે.
કેનેડાના દાવાઓની ખુલી પોલ
ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવના સમાચાર વચ્ચે જસ્ટિન ટ્રુડોએ મોટી કબૂલાત કરી હતી. ટ્રુડોએ સ્વીકાર્યું કે કેનેડાએ નિજ્જરની હત્યા સાથે સંબંધિત પુરાવા ભારતને આપ્યા નથી. ટ્રુડોએ સ્વીકાર્યું હતું કે તેમણે નિજ્જર હત્યાકાંડ સાથે સંબંધિત માત્ર ગુપ્ત માહિતી ભારતને આપી હતી. ટ્રુડોની આ કબૂલાત મહત્વની છે કારણ કે એક તરફ કેનેડા દાવો કરી રહ્યું છે કે તેણે નિજ્જર હત્યાકાંડ સાથે જોડાયેલા પુરાવા ભારતને આપ્યા છે. ભારતે આ દાવાને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે કેનેડાએ નિજ્જરની હત્યા સંબંધિત કોઈ પુરાવા આપ્યા નથી.
Gandhinagar: શૈક્ષણિક પ્રવાસ બાદ હવે ગુજરાતમાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ માટેના નિયમો જાહેર