Ahmedabad Drugs: અમદાવાદ એરપોર્ટ પોલીસે એક મોટી ડ્રગ્સ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અમદાવાદ એરપોર્ટથી 7 કિલોથી વધુના હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે 7 આરોપીઓની ધરપકડ કરી છે. આ જથ્થાની કુલ કિંમત અંદાજે 2 કરોડ રૂપિયાથી વધુની છે.


ઝડપાયેલા આરોપીઓમાં સરફરાઝ, શોએબ, યુસુફ અને નદીમ (જૂનાગઢના રહેવાસી) શામેલ છે. આ આરોપીઓ વિયેતનામથી ગાંજો લાવવા ગયા હતા અને પ્રત્યેક ટ્રિપ માટે 10 હજાર રૂપિયા મળતા હતા.


એરપોર્ટ પર સીસીટીવી કેમેરાની નજર હેઠળ આ આરોપીઓ નજર રાખવામાં આવતા હતા. એક આરોપી મનીષ ખરડી તેના સાથી અશરફને બેગ આપતો હતો, પરંતુ અશરફ ખાન ફરાર થઈ ગયો છે. તેની બેગમાંથી 1.75 કિલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો.


DCP ઝોન 04 ના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસે એરપોર્ટ બહારથી રૂપિયા 2 કરોડ 10 લાખના હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપ્યો હતો. આ વ્યક્તિઓ વિયેતનામથી ગાંજો લાવી રહ્યા હતા અને તેને અમદાવાદ, ગાંધીનગર અને કાલાવાડના વેપારીઓને વેચવાની યોજના બનાવી રહ્યા હતા.


પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ચોક્કસ હેરોઇનને પકડવા પ્રયાસ કરી રહી છે. એરપોર્ટ પર વિશેષ નજર રાખવામાં આવી છે અને આરોપીઓને ભારતમાં આવતી વેળા ફરીથી કપડાની બેગમાં ગાંજો ભરવાની ધરપકડ કરવામાં આવે છે.


ભાવનગરમાંથી પણ ડ્રગ્સ ઝડપાયું હતું


રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. થોડા સમય પહેલા ભાવનગરમાંથી પણ ડ્રગ્સ ઝડપાયું હતું. ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં હનિફ બેલીમ નામના ઇસમનાં ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા એ સમયે ડ્રગ્સ સાથે હનીફ બેલીમ રંગે હાથ પકડાયો છે. પોલીસની તપાસમાં હનીફના ડ્રગ્સ કનેક્શનના તાર અમદાવાદ સુધી હોવાનું ખુંલ્યું છે. અઢી લાખના એમ.ડી ડ્રગ્સ સાથે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ડ્રગ્સ સાથે પકડાયેલા હનીફ મજૂરી કામ કરે છે અને શહેરના ભરતનગર બે માળિયા વિસ્તારમાં રહે છે. એસઓજી પોલીસના દરોડા દરમ્યાન 25.840 ગ્રામના મેફેડ્રોન એમ.ડી ડ્રગ્સ સાથે હનીફને રંગે હાથ પકડ્યો હતો. પોલીસે કુલ અઢી લાખ રૂપિયાના મુદ્દા માલ સાથે હનીફના ઘરમાંથી ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. જોકે એમડી ડ્રગ્સનો સોદો કોના દ્વારા અને કોના મારફતે ભાવનગર સુધી કેવી રીતના પહોંચાડવામાં આવ્યું હતું તે પોલીસની તપાસમાં બહાર આવશે હાલ એસઓજીની ટીમ દ્વારા આ ઈસમની ધરપકડ કરીને રિમાન્ડ માંગવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.


આ પણ વાંચોઃ


રસ્તામાં જે આવશે...', લોરેન્સ બિશ્નોઈ ગેંગે સાંસદ પપ્પુ યાદવને ફોન કર્યો, શું વાત થઈ?