અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હાલ, રાજ્યમાં એક્ટિવ કેસોની વાત કરીએ તો કુલ 11,187 એક્ટિવ કેસો છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 3627 એક્ટિવ કેસો છે. આ પછી સુરતમાં 3032 એક્ટિવ કેસો છે. સુરતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે સુરત ગમે ત્યારે એક્ટિવ કેસોમાં પણ અમદાવાદથી આગળ નીકળી જાય તેવી શક્યતા છે.


સૌથી વધુ એક્ટિવ કેસો ધરાવતા ટોપ-10 જિલ્લાની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ત્રણ, સૌરાષ્ટ્રના 3, દક્ષિણ ગુજરાતના ત્રણ અને એક મધ્ય ગુજરાતના જિલ્લાનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં સૌથી વધુ એક્ટિવ કેસો છે.

સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ એક્ટિવ કેસો છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને ભરુચમાં સૌથી વધુ એક્ટિવ કેસો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં વડોદરામાં સૌથી વધુ 786 એક્ટિવ કેસો છે.

City -Active cases
Ahmedabad 3627
Surat 3032
Vadodara 786
Rajkot 487
Bhavnagar 484
Mehsana 265
Gandhinagar 258
Surendranagar 225
Valsad 217
Bharuch 204