તેમણે જણાવ્યું હતુ કે, જો કોઇ પણ નાગરિક માસ્ક વિના બહાર નીકળશે તો તેની પાસેથી 5000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. જો કોઇ વ્યક્તિ સ્થળ પર દંડ આપવાની ના પાડશે તો તેને ત્રણ વર્ષની જેલ પણ થઇ શકે છે. તેમણે કહ્યું કે જો કોઇ પાસે માસ્ક નહી હોય તો તે વ્યક્તિ રૂમાલ કે દુપટ્ટો પણ બાંધી શકે છે.
તેમણે વધુમાં કહ્યું કે, અત્યાર સુધીમાં 5379 સેમ્પલ લેવાયા હતા જેમાંથી 263 પોઝિટિવ અને 4019 નેગેટિવ અને 1086 ના પરિણામ બાકી છે. 2116 લોકોને કોન્ટેક ટ્રેસિંગથી પકડવામાં આવ્યા છે જેમાંથી 1700 લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે ગુજરાતમાં કોરોના કહેર સતત વધી રહ્યો છે. આજે વધુ નવા 25 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા વધીને 493 પર પહોંચી ગયો છે.