અમદાવાદ; સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા 25 કેસ નોંધાયા છે અને એકનું મોત નિપજ્યું છે. આ સાથે જ ગુજરાતમાં કુલ આંકડો 493 પર પહોંચી ગયો છે. જ્યારે 23 લોકોનાં કુલ મોત નિપજ્યાં છે. આ તમામ જાણકારી આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જંયતિ રવિએ આપી હતી.
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જંયતિ રવિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાના કુલ 493 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 23 લોકોના મોત નિપજ્યાં છે. અમદાવાદમાં ગઈકાલ સાંજથી અત્યાર સુધી નવા 23 કેસ નોંધાયા છે જ્યારે એકનું મોત નિપજ્યું છે. આ સાથે જ અમદાવાદમાં પોઝિટિવ કેસનો આંકડો 266 પર પહોંચી ગયો છે.
ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં અમદાવાદમાં નવા 23 કેસ નોંધાયા છે. જેમાં બહેરામપુરા, કાલુપુર, ઘોડાસર, મણિનગર, દાણીલીમડા, જમાલપુર અને રાણીપનો સમાવેશ થાય છે.
અમદાવાદમાં કુલ 11 લોકોનાં મોત નિપજ્યાં છે. અમદાવાદના હોટસ્પોટ વિસ્તારોને સંપૂર્ણ પણે લોકડાઉનની ચુસ્તપણે પાલન કરાવાઈ રહ્યું છે. આ ઉપરાંત અમદાવાદમાં કામ વગર બહાર નીકળતાં સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં નોંધાયા નવા 23 કેસ, જાણો કયા વિસ્તારના છે આ કેસ? કુલ સંક્રમિતનો આંકડો જાણીને ચોંકી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Apr 2020 11:06 AM (IST)
અમદાવાદમાં ગઈકાલ સાંજથી અત્યાર સુધી નવા 23 કેસ નોંધાયા છે જ્યારે એકનું મોત નિપજ્યું છે. અમદાવાદમાં કુલ 11 લોકોનાં મોત નિપજ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -