Weather Good News: અત્યારે માર્ચ મહિનો આખરમાં છે, એપ્રિલથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી છે, ત્યારે આ ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અને આગાહીકાર અંબાલાલ પટેલે ચોમાસાને લઇને આગાહી કરી છે. અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું સારી રહેવાનું આગાહી કરી છે, સાથે જ ઓક્ટોબર સુધી વરસાદ પડવાની વાત કહી છે. 


આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સ્થિતિ અંગે આકલન કર્યુ છે, તેમને આગાહી કરી છે કે, આ વર્ષે રાજ્યમાં ચોમાસું ખુબ જ સારુ રહેશે. હવામાન અને ચોમાસા અંગે પ્રિડક્શન કરતાં તેમને જણાવ્યુ છે કે, રાજ્યમાં આ વર્ષે ચોમાસું સારુ અને યોગ્ય દિશામાં રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આ વર્ષે પવન પશ્ચિમ દિશા તરફનો હોવાથી ચોમાસું સારૂ રહેશે, આ વર્ષે જૂનમાં આંધી-વંટોળ સાથે વરસાદ પડશે. જૂનથી ચોમાસાની શરૂઆત થશે અને ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદ પડવાની વાત કરવામાં આવી છે. વરસાદની સાથે અંબાલાલ પટેલે ગરમી અને ઉનાળાને લગતી પણ આગાહી કરી છે, તેમના મતે મે મહિનામાં રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે. 


આગામી પાંચ દિવસ આ વિસ્તારોમાં પડશે કાળઝાળ ગરમી, અત્યારથી જ 40 ડિગ્રીએ પહોંચ્યા પારો 


રાજ્યમાં ધીમે ધીમે હવે ઉનાળાની શરૂઆત થઇ રહી છે, માર્ચ મહિનો પુરો થવાની તૈયારીમાં છે, ત્યારે રાજ્યમાં હીટવેવે અસર પકડવાની શરૂ કરી છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં આવનારા પાંચ દિવસમાં મોટાભાગના વિસ્તારોમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે. હીટવેવની આગાહી કરવામાં આવી છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં આકરો તાપ પડવાની આગાહી કરવામાં આવી છે. હાલમાં રાજકોટમાં સૌથી વધુ ગરમી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવનાર દિવસોમાં અમદાવાદ રાજકોટમાં તાપમાનનો પારો 40ને પાર જઇ શકે છે. આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટ વેવની આગાહી કરવામાં આવી છે.


માર્ચની શરૂઆતની સાથે રાજ્યમાં ધીમે ધીમે ગરમી વધી રહી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ગરમીને લઇને આકારા તાપમાની આગાહી કરી છે. આ વખતે તાપમાનને જોતા હવામાન વિભાગે કચ્છ-સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ હીટવેવની આગાહી કરી છે. આજે પોરબંદર, ગીર સોમનાથ, કચ્છમાં યલો એલર્ટ અપાયુ છે. અમદાવાદમાં 40 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે. દેશના નવ રાજ્યોમાં હીટવેવની ચેતવણી અપાઇ છે. જેમાં ઝારખંડ,પ.બંગાળ,બિહાર, યુપી, છત્તીસગઢનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં પણ તાપમાન 3થી5 વધી શકે છે.


ગુજરાતમાં હાલનું તાપમાન - હીટ વેવની આગાહી


રાજકોટમાં 39.0 ડિગ્રી તાપમાન 
વડોદરા 38.6 ડિગ્રી તાપમાન
ગાંધીનગરમાં 38.5 ડિગ્રી તાપમાન
અમદાવાદમાં 38.3 ડિગ્રી તાપમાન
વલ્લભવિદ્યાનગરમાં 37.9 ડિગ્રી તાપમાન
સુરેન્દ્રનગરમાં 37.8 ડિગ્રી તાપમાન
ભૂજમાં 37.5 ડિગ્રી તાપમાન
ડીસામાં 37.4 ડિગ્રી તાપમાન
કેશોદમાં 37.2 ડિગ્રી તાપમાન
મહુવામાં 36.4 ડિગ્રી તાપમાન


સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી, પારો 39થી ઉપર રહેવાની સંભાવના -
આ વર્ષે ગરમી ભુક્કા કાઢી નાખશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
ગુજરાતીઓ ગરમીમાં શેકાવવા માટે તૈયાર થઈ જાય છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે માર્ચ મહિનાના અંત સુધી ગરમીનો પારો આસમાને પહોંચશે. માર્ચ મહિનાના અંતમાં પારો 40 ડિગ્રી સુધી પહોંચવાનું અનુમાન છે. સોરાષ્ટ્રમાં માર્ચ મહિનાના અંત સુધીમાં પારો 40 ડિગ્રી પોચશે તેવી શક્યતા છે. પવનની દિશા ઉત્તર પૂર્વ ઉત્તર ગુજરાતમાં છે. દક્ષિણ ગુજરાતમાં પૂર્વ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે. આ દરમિયાન અમદાવાદનું તાપમાન 36.1 ડિગ્રી તાપમાન રહ્યું છે. જ્યારે નલિયા 38 ડિગ્રી તાપમાન, ગાંધીનગર 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે.