અમદાવાદ: ડુંગળીના ભાવ છેલ્લા એક મહિનાથી ઘટવાનું નામ લઈ રહ્યા નથી અને આગામી બે મહિના સુધી ડુંગળીના જે ભાવ છે તે નહીં ઘટે તેવું અનુમાન વેપારીઓ લગાવી રહ્યા છે. હાલ પણ 100 રૂપિયે કિલો ડુંગળી મળી રહી છે ત્યારે 240 રૂપિયા કિલો લસણનો ભાવ છે. જોકે ડુંગળી ગૃહિણીઓ અને ગરીબોને રાતા પાણીએ રડાવી રહી છે.
આ વર્ષે કમોસમી વરસાદ અને ડુંગળીની જે આવકમાં ઘટાડો થયો છે તેના કારણે તેના ભાવ આસમાને પહોંચી ગયા છે અને જેની સીધી અસર રેસ્ટોરન્ટ પર પણ પડી રહી છે. હાલ ડુંગળી સલાડમાંથી ગાયબ થઈ ગઈ છે અને સલાડમાં ટામેટા, કાકડી, ગાજર અને બીટ આપી રહ્યાં છે.
અમદાવાદમાં આ વસ્તુનો રીટેલ ભાવ શું છે તેની પર એક નજર કરીએ તો એક કિલો ગાજરનો ભાવ 25 રૂપિયા છે. એક કિલો ટામેટા 25 રૂપિયા, કિલો મૂળા 30 રૂપિયા, ડુંગળી 100 રૂપિયા કિલો, લસણ 240 રૂપિયે કિલો અને બીટ 60 રૂપિયે કિલો મળી રહ્યું છે.
આજે અમદાવાદમાં ગાજર, ટામેટા, મૂળા અને ડુંગળીનો શું છે ભાવ? જાણો વિગત
abpasmita.in
Updated at:
30 Dec 2019 10:47 AM (IST)
હાલ પણ 100 રૂપિયે કિલો ડુંગળી મળી રહી છે ત્યારે 240 રૂપિયા કિલો લસણનો ભાવ છે. જોકે ડુંગળી ગૃહિણીઓ અને ગરીબોને રાતા પાણીએ રડાવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -