અમદાવાદ: હવામાન વિભાગે 9 ઓગસ્ટથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે, આગામી 24 કલાક અમદાવાદ માટે ખુબ જ ભારે છે. અમદાવાદમાં હાલ ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની આગાહીના પગલે તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

અમદાવાદમાં ભારે વરસાદ ખાબકવાનો હોવાથી તંત્રને સતર્ક કરી દેવાયું છે. કોર્પોરેશનના અધિકારીઓને ખડેપગે કરી દેવાયા છે. અમદાવાદના ભારે વરસાદ પડવાનો હોવાથી અલગ-અલગ જગ્યાએ CCTV કેમેરા દ્વારા મોનિટરિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર ડીપ ડીપ્રેશનમાં ફેરવાતાં 9 અને 10 ઓગસ્ટના 48 કલાક દરમિયાન અમદાવાદમાં 100થી 150 મીમી એટલે કે 5થી 8 ઇંચ વરસાદ ખાબકવાની શક્યતા છે. આ ઉપરાંત કલાકના 25થી 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.

અમદાવાદના 7 ઝોનમાં ક્રિટિકલ 31 પપિંગ સ્ટેશનનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. એપ્લિકેશન દ્વારા પણ કન્ટ્રોલ રૂમ ઉપર નજર રાખવામાં આવી રહ્યું છે. સ્ટ્રોમ વોટર પપિંગ સ્ટેશનનું પાણી તળાવમાં પહોંચાડાય છે.

અમદાવાદમાં મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે. ગુરૂવાર મોડી રાતથી જ અમદાવાદમાં વરસાદે માઝા મૂકી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ રાજ્યભરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.