મહત્વની વાત એ છે કે, હવામાન વિભાગે આગાહી કરી છે કે, અપર એર સાયક્લોનિક સક્યુલેશન સક્રિય થતાં આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે તેવું હવામાન વિભાગે કહ્યું હતું.
હવામાન વિભાગે આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. સાયકલોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડશે. મહત્વની વાત એ છે કે, 26 જુલાઈ બાદ વઘુ વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.
ઉત્તર-મધ્ય મહારાષ્ટ્ર અને મધ્ય રાજસ્થાનમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત સાબરકાંઠા, પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતનાં નવસારી, વલસાડ અને કેન્દ્ર શાસિત દમણ, દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ પડે તેવી પણ સંભાવના છે. આગામી ત્રણથી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ થશે.