અમદાવાદ: અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની અને ફર્સ્ટ લેડી મેલેનિયા ભારત યાત્રા પર છે એમાં પણ અમદાવાદથી પ્રવાસથી શરૂઆત કરી છે. અમદાવાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને પરિવારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રમ્પે ગાંધી આશ્રમની પણ મુલાકાત લીધી હતી ત્યાર બાદ રોડ શો દ્વારા વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમે પહોંચ્યા હતાં.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ભાષણમાં ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ફિલ્મનો ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે બોલિવૂડ, ફિલ્મ DDLJ અને મહાન ક્રિકેટર સચીનને યાદ કર્યાં હતા.

આ ઉપરાંત તેમમે વિરાટ કોહલીને પણ યાદ કર્યાં હતા. ટ્રમ્પે ભારતને મહાન દેશ ગણાવ્યો અને ભારતે મહાન લોકો પેદા કર્યા હોવાનું કહ્યું હતું.