જાણકારી પ્રમાણે વહેલી સવારામાં જ આવકવેરા વિભાગે અમદાવાદમાં એક સાથે 25 જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં બિલ્ડર પોપ્યુલર ગ્રુપની ઓફિસ અને નિવાસ સ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા. ઉપરાંત દશરથ અને વિરેન્દ્ર પટેલના ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે.
સાથે જ આઈટીએ રમણ પટેલના નિવાસ સ્થાને પણ દરોડા પાડ્યા હતા. નોંધનીય છે કે, હાલમાં પારીવારિક ઝઘડાને લઈને પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ વિવાદમાં આવ્યા હતા.
અમદાવાદમાં ઘણાં લાંબા સમય બાદ આવકવેરાના દરોડા પડ્યા છે જેમાં અનેક બિલ્ડરો ઝપેટમાં આવી ગયા છે. આવકેવારના દરોડામાં અંદાજે 2 ડઝન જેટલી જગ્યાએ રેડ પાડવામાં આવી હતી અને સર્વેની કામગારી કરવામાં આવી હતી.