અમદાવાદઃ શહેરના પ્રથમ નાગરિક તરીકે કિરીટ પરમારની વરણી કરવામાં આવી છે ત્યારે કિરીટ પરમારે મેયર બન્યા બાદ તેમનું સૌથી મોટું નિવેદન કે તેઓ નગરપતિના બંગલે નહીં પણ પોતાની ચાલીમાં રહેશે. વીરા ભગતની ચાલીમાં વર્ષોથી કિરીટ પરમાર રહે છે. ક્રિકેટના ખૂબ જ શોખીન એવા કિરીટ પરમાર જ્યારે શહેરના મેયર બન્યા ત્યારે ચાલીના વાસીઓમાં ખૂબ જ આનંદની લાગણી અનુભવાઇ રહી છે. દિવસ-રાત જોયા વગર તેઓ ખૂબ જ માહિતી હોવાના કારણે તેમને આ સૌથી મોટું નિવેદન આપ્યું અને ચાલીવાસીઓ પણ તેમના આ નિવેદનથી ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા.
ઠક્કરબાપાનગર વોર્ડના કાઉન્સિલર કિરીટ પરમારને અમદાવાદના મેયર બનાવાયા છે. તેઓ ત્રણ ટર્મથી કાઉન્સિલર છે. ચાલી વિસ્તારમાં રહેતા કિરીટભાઈ સાધારણ પરિવારમાંથી આવે છે. પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાના અંત્યત નિકટ માનવામાં આવી છે. ગોરધન ઝડફિયાએ પાર્ટીમાં નામ સૂચવ્યું હતું. સેન્સપ્રક્રિયામાં કોઈ ડોક્યુમેન્ટ વગર કિરીટ પરમાર પહોંચતા નેતાઓમાં આશ્ચર્યનું કેન્દ્ર બન્યા હતા. Rss સાથે જોડાયેલા છે.
સામાન્ય પરિવારમાંથી કાનાજી ઠાકોર બાદ કિરીટ પરમાર બીજા એવા મેયર બન્યા છે. નવા મેયરે જણાવ્યું હતું કે, હું સિંગલ માણસ છું. કોઈ જરૂરિયાત નથી. હું ચાલીના મકાનમાં જ રહીશ. પાર્ટીના કામ માટે મેયર બંગલો ઉપયોગમાં લઈશ. હું હાલ કે ચાલીના મકાનમાં રહું છું તે પણ ભાડાનું મકાન છે.