અમદાવાદમાં કોરોનાનં સંક્રમણ ફરી એકવાર વધવા લાગ્યું છે છતાં પણ લોકો માસ્ક વગર તેમજ સોશિયલ ડિસ્ટન્સના અભાવની વચ્ચે બિંદાસ્ત લટાર મારી રહ્યા છે. આ સ્થિતિમાં રવિવારે મોડી રાતે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં વસ્ત્રાપુર લેઈકની પાસે આવેલા આલ્ફાવન મોલની સામેની ગલીમાંના 21 જેટલા દબાણો દુર કર્યાં હતાં. જ્યારે સિંધુ ભવન રોડ પર ચાર ફાસ્ટફૂડ યુનિટો સીલ કરવામાં આવ્યા હતાં.


ઉત્તર-પશ્ચિમ ઝોનના ડેપ્યુટી કમિશનર સી.આર.ખરસાણની આગેવાનીમાં મ્યુનિ.ની સોલિડ વેસ્ટની ટીમ વસ્ત્રાપુર લેઈક આસપાસના વિસ્તારોમાં ધમધમતા લારી-ગલ્લા અને ફૂડ કોર્ટ પર ત્રાટકી હતી. જ્યાં આલ્ફાવન મોલની સામેની ગલીમાં ઉભા રહેતા 21થી વધુ લારી-ગલ્લાઓ જપ્ત કરી દબાણની ગાડીમાં મોકલી આપવામાં આવ્યા હતા.

આ ઉપરાંત સિંધુભવન રોડ પર ધમધમતા દેવરાજ ફાર્મ, બિસ્મિલ્લા ફાસ્ટફૂડ, ધ પુટનીર અને એસબીઆરને મ્યુનિ.દ્વારા કોવિડ-19ની ગાઈડલાઈનના ભંગ કરવા બદલ સીલ કરી દેવામાં આવ્યા હતાં અને દંડનીય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.