અમદાવાદઃ શહેરના વેજલપુર વિસ્તારમાં સંગીતકારની બ્યુટી પાર્લર ચલાવતી પત્ની અને સોસાયટીમાં જ રહેતા યુવકનું પ્રેમપ્રકરણ સામે આવ્યું છે. પરિણીતા યુવક સાથે પ્રેમસંબંધ બંધાતા 5 વર્ષીના દીકરા અને પતિને ઘરમાં સૂતા મૂકી ભાગી ઘઈ હતી. જોકે, સંગીતકારે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા બંને પાછા આવી ગયા હતા અને પ્રેમીએ પ્રેમિકાને તેના પતિને સોંપી દીધી હતી. પરિણીતા ઘરેથી ભાગી તેના બે દિવસ પહેલા જ પ્રેમીએ પ્રેમિકાના પતિને ઘરે બોલાવી વચ્ચેથી ખસી જવા ધમકી આપી હતી.
શહેરના વેજલપુરમાં રહેતા 31 વર્ષીય સંગીતકારના વર્ષ 2012માં ભાવનગરની યુવતી સાથે થયા હતા. તેમને સંતાનમાં 5 વર્ષનો દીકરો પણ છે. સંગીતકાર પોતાના ઘરમાં જ સંગીતના ટ્યૂશન કલાસીસ ચલાવે છે. જ્યારે તેમના પત્ની ઘરેથી બ્યુટીપાર્લર ચલાવે છે. પરિણીતા આસપાસમાં રહેતી મહિલાઓનાં ઘરે પાર્લરનું કામ કરવા જતાં હતાં. દરમિયાન તેમને અગાઉ તેમની સોસાયટીમાં રહેતા અને પછી બાજુની સોસાયટીમાં રહેવા ગયેલા યુવક સાથે પરિણીતાને આંખો મળી ગઈ હતી.
દરમિયાનમાં ગત 17મી જૂને સંગીતકારને પ્રેમીએ તેમના ઘરે બોલાવ્યા હતા અને ધમકી આપી હતી કે, મારે તારી પત્ની સાથે છેલ્લા 9 મહિનાથી મિત્રતા છે, જેથી તું અમારી વચ્ચે આવીશ તો હું તને જાનથી મારી નાખીશ. એટલું જ નહીં, 2 - 3 લાફા મારીને ત્યાંથી કાઢી મૂક્યો હતો. આ પછી 19મી જૂને પ્રેમીએ સંગીતકારને ફોન કરીને કહ્યું હતું કે, તારી પત્નીને મારી સાથે ભગાડી જાઉં છું, તું તેને શોધવાનો પ્રયત્ન કરતો નહીં, હવે તે મારી સાથે જ રહેશે અને તું હવે તારી પત્ની અને મારી વચ્ચે આવીશ તો તને પૂરો કરી દઇશ.
જોકે, આ ધમીકભર્યા ફોન પછી સંગીતકારે ઘરમાં તપાસ કરતાં પત્ની જોવા ન મળતા વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ શરૂ કરતા 2 દિવસમાં જ પ્રેમીયુગલ પોલીસ સમક્ષ હાજર થઈ ગયું હતું. તેમજ પ્રેમીએ પ્રેમિકાને તેના પતિને સોંપી દીધી હતી.
અમદાવાદઃ બ્યુટી પાર્લર ચલાવતી સંગીતકારની પત્નીને સોસાયટીમાં જ રહેતા યુવક સાથે બંધાયા સંબંધ, બંને રગરેલિયાં મનાવતાં ને....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jun 2020 11:24 AM (IST)
પરિણીતા ઘરેથી ભાગી તેના બે દિવસ પહેલા જ પ્રેમીએ પ્રેમિકાના પતિને ઘરે બોલાવી વચ્ચેથી ખસી જવા ધમકી આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -