સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હી ખાતે રાજીવ સાતવ અને અહેમદ પટેલ સાથે અલ્પેશ ઠાકોરે બેઠક યોજી હતી જેમાં પોતાની વાત કહીને હાઈકમાન્ડને મનાવવામાં સફળ રહ્યા છે. જોકે વાત અહીં પૂરી નથી થતી આ બધું બંધ બારણે ચાલી રહ્યું હતું અને માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.
સૂત્રો પ્રમાણે, અલ્પેશ ઠાકોરની પત્નીને ચૂંટણી લડે તેવી શક્યતા છે. સૂત્રો એવું પણ કહી રહ્યા છે કે કોંગ્રેસ હાઇકમાન્ડે પણ અલ્પેશની પત્નીને રાધનપુરમાંથી ટીકિટ આપવાની તૈયારી બતાવી છે.