Ahmedabad Breaking: અમદાવાદના સીટીએમ ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી મહિલાએ ઝંપલાવ્યું છે. એક જ મહિનામાં ઓવરબિજ પરથી પડતું મુકવાની આ ચોથી ઘટના સામે આવી છે. અજાણી મહિલાએ એક્સપ્રેસ હાઈવે જતા ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી મોતની છલાંગ લગાવી હતી. મહિલાને 108ની મદદથી હોસ્પિટલ સારવાર માટે ખસેડાઈ છે. ઓવરબ્રિજ પરથી પડતું મુકવાની ઘટના ચિંતાજનક રીતે વધતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે.


 BMW હિટ એન્ડ રન કેસમાં આરોપી સામે કયો ગુનો નોંધાયો ? 


અમદાવાદ હિટ એન્ડ રન કેસમાં સોલા પોલીસ સ્ટેશનમાં સત્યમ શર્મા વિરુદ્ધ દાખલ થયેલા દારૂ અંગેના ગુના અને અન્ય ગુનાહિત ઇતિહાસ બાબતે A ડિવિઝનના એસીપી ગુરપ્રીત સિંઘ સ્યાને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું, સત્ય શર્મા વિરુદ્ધ ત્રણ ગુના દાખલ કરાયા છે. ડિસેમ્બર 2022માં સત્યમ શર્મા વિરુદ્ધ મારપીટનો ગુનો દાખલ કરાયો હતો. અગાઉ પણ તેણે જાહેરનામાનો ભંગ કર્યો હતો. સત્યમ શર્માની અગાઉ પણ બે વખત ધરપકડ થઈ ચુકી છે. ઉલ્લેખનીય છે કે 36 કલાક બાદ પણ પોલીસને સત્યમ શર્મા હાથ નથી લાગ્યો. સત્યમ શર્માના પિતા શ્રીક્રિષ્ના શર્મા ગઈકાલે અંડરગ્રાઉન્ડ થયા બાદ આજે મીડિયા સમક્ષ આવ્યા હતા.


સત્યમના પિતાએ શું કહ્યું


બીએમડબલ્યુ કાર ચાલકના પિતા શ્રીક્રિષ્ન શર્માએ જણાવ્યું, જે લોકો ઇજાગ્રસ્ત છે તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી ઇશ્વરને પ્રાર્થના. તેમનો પુત્ર બહાર હોવાની વાત કહી કહ્યું, જે થવાનું હતું તે થઇ ગયું છે,  ભગવાન ઇજાગ્રસ્તને જલ્દી સાજા કરે. મારા પુત્રનો સંપર્ક થશે તો અમે હાજર કરીશું.


BMW ચાલકે ગઈકાલે દંપત્તિને લીધું હતું અડફેટે