અમદાવાદમાં 3 બાળકોની માતાએ લમણે ગોળી મારી કેમ આત્મહત્યા કરી, જાણો કારણ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 May 2019 03:11 PM (IST)
આજે ઓઢવમાં વહેલી સવારે પરિણીતાએ ગોળી મારી આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. પારિવારિક ઝઘડા અને માનસિક બીમારીના કારણે આત્મહત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું
અમદાવાદ: આજે ઓઢવમાં વહેલી સવારે પરિણીતાએ ગોળી મારી આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. પારિવારિક ઝઘડા અને માનસિક બીમારીના કારણે આત્મહત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઓઢવની શ્રેયા રેસિડેન્સીમાં રહેતા અનિતાબહેન વર્મા નામની પરિણીતા પોતાના ત્રણ બાળકો સાથે રહેતી હતી. તેના પતિ વાપીમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આજે સવારે અનિતાબહેને પોતાના ઘરે રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. ઓઢવ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જી જાડેજાએ જણાવ્યું હતું કે, પરિણીતા તેમના ત્રણ બાળકો સાથે રહે છે. તેમના પતિ વાપીમાં નોકરી કરે છે અને અહીં અપ-ડાઉન કરતા હોય છે. કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. પરંતુ ઝઘડાઓ અને માનસિક બીમારીના કારણે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.