World CuP 2023: ક્રિકેટનો મહાકુંભ આઇસીસી વર્લ્ડકપ 2023 આ વખતે ભારતમાં યોજાઇ રહ્યો છે, આઇસીસી અને બીસીસીઆઇએ આ માટે પોતાની તમામ તૈયારીઓ કરી લીધી છે, પરંતુ આ બધાની વચ્ચે પ્રાઇવેટ સેક્ટરને પણ મોટો લાભ મળી રહ્યો છે. હાલમાં જ રિપોર્ટ મળી રહ્યા છે. વર્લ્ડકપ 2023ની અમદાવાદમાં રમાનારી મેચને લઇને ટિકીટના ભાવ આસમાને પહોંચ્યા છે. 


હાલમાં મળતા રિપોર્ટ પ્રમાણે, આગામી ઓક્ટોબરમાં શરૂ થઇ રહેલા આઇસીસી ક્રિકેટ વનડે વર્લ્ડકપ 2023ને લઇને અમદાવાદમાં જોશ હાઇ પર છે, અને હૉટલોના ભાવ આસમાને પહોંચ્યા છે. ઓક્ટોબર મહિનામાં એટલે કે 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વનડે વર્લ્ડકપ 2023ની મેચ રમાવવાની આ મેચને લઇને અમદાવાદની હૉટલના ભાવ એક લાખ સુધી પહોંચી ગયા છે. મોટાભાગના તમામ હૉટલોના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે. અમદાવાદની વિવાન્તા હૉટલની વાત કરીએ તો, આ લિસ્ટમાં વિવાન્તા હૉટલનો 24 કલાકના રૂમનો ભાવ 1 લાખ રૂપિયા સુધી પહોંચ્યો છે. લેમન ટ્રી હૉટલમાં 24 કલાકના રૂમનો ભાવ 97817 રૂપિયા છે, હૉટલ રમાડાના ઓનલાઈન બુકીંગ માટે દર 60000 રૂપિયા સુધીનો છે, વળી, રામદેવનગર સ્થિત કૉર્ટયાર્ડ મેરિયૉટના દર 88000 રૂપિયાના થયા છે. આ ઉપરાંત અમદાવાદની અન્ય હૉટલો પણ આ દિવસ માટે હાઉસફૂલ થઇ ગઇ છે, અને તમામ બુકિંગ બંધ કરી દેવામાં આવ્યા છે. અલગ અલગ ઓફિશિયલ વેબસાઈટ ઉપર હૉટલના બુકીંગ માટે તારીખ બુક દર્શાવાઇ છે.


આ તારીખથી રમાશે વર્લ્ડ કપ 2023ના વોર્મ અપ મેચ, જુઓ શેડ્યૂલ


ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા વર્લ્ડ કપ પહેલા રમાનારી વોર્મ-અપ મેચો માટે શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. વોર્મ-અપ મેચો 29 સપ્ટેમ્બરથી શરૂ થશે. પ્રથમ મેચ બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે ગુવાહાટીમાં રમાશે. ભારતીય ટીમ બે વોર્મ-અપ મેચ રમશે, પહેલી 30 સપ્ટેમ્બરે ન્યુઝીલેન્ડ સામે અને બીજી 3 ઓક્ટોબરે નેધરલેન્ડ સામે. પ્રથમ દિવસે એટલે કે 29 સપ્ટેમ્બરે કુલ ત્રણ મેચો રમાશે, જેમાં શ્રીલંકા-બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા-અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાનની મેચો રમાશે. આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ તિરુવનંતપુરમમાં જ્યારે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ હૈદરાબાદમાં રમાશે. ટીમ ઈન્ડિયા ગુવાહાટીમાં ઈંગ્લેન્ડ સામે પ્રથમ વોર્મઅપ અને તિરુવનંતપુરમમાં નેધરલેન્ડ સામે બીજી વોર્મઅપ રમશે. છેલ્લી વોર્મ-અપ મેચ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાશે.


સંપૂર્ણ શેડ્યૂલ


બાંગ્લાદેશ વિ શ્રીલંકા - બeરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી (29 સપ્ટેમ્બર )
દક્ષિણ આફ્રિકા વિ અફઘાનિસ્તાન - ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ (29 સપ્ટેમ્બર )
ન્યુઝીલેન્ડ વિ પાકિસ્તાન - રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ (29 સપ્ટેમ્બર)
ભારત વિ ઈંગ્લેન્ડ - બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી (30 સપ્ટેમ્બર)
ઓસ્ટ્રેલિયા વિ નેધરલેન્ડ્સ - ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ (30 સપ્ટેમ્બર)
ઇંગ્લેન્ડ વિ બાંગ્લાદેશ - બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી (2 ઓક્ટોબર)
ન્યુઝીલેન્ડ વિ દક્ષિણ આફ્રિકા - ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ (2 ઓક્ટોબર)
અફઘાનિસ્તાન વિ શ્રીલંકા - બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી (3 ઓક્ટોબર)
ભારત વિ નેધરલેન્ડ્સ - ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ (3 ઓક્ટોબર)
પાકિસ્તાન વિ ઓસ્ટ્રેલિયા - રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ (3 ઓક્ટોબર).


લીગ મેચો 5 ઓક્ટોબરથી શરૂ થશે


તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપની લીગ મેચો 5 ઓક્ટોબરથી શરૂ થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં રમશે. આ પછી ભારતની બીજી મેચ અફઘાનિસ્તાન (11 ઓક્ટોબર) અને ત્રીજી પાકિસ્તાન (14 ઓક્ટોબર) સામે રમાશે. તો બીજી તરફ, ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. ફાઈનલ મેચ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે.


ભારતીય એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ કર્યુ વર્લ્ડકપ 2023ની ટ્રૉફીનું અનાવરણ - 
હાલમાં જ સમાચાર મળી રહ્યા છે કે આગામી વનડે વર્લ્ડકપ 2023ની ટ્રૉફીનું અનાવરણ થયુ છે. આજે પેરિસના એફિલ ટાવરની નજીક બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ વર્લ્ડકપ 2023ની ટ્રૉફીનું અનાવરણ કર્યુ હતુ, આ તસવીરો તેને ખુદ શેર કરી હતી, તસવીર શેર કરતી વખતે એક્ટ્રેસે લખ્યું કે - તે આઇસીસી વર્લ્ડકપ ટ્રૉફી લૉન્ચ કરનારી પહેલી એક્ટ્રેસ છે.


મહત્વનું છે કે, આ વખતે આઇસીસી વર્લ્ડકપ 2023નું ઓયાજન ભારતમાં થવાનું છે અને આ પ્રસંગે એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ખાસ અંદાજમાં જોવા મળશે, કેમકે ઉર્વશી રૌતેલાને આઇસીસીએ ખાસ જવાબદારી સોંપી છે. ઉર્વશી રૌતેલાનું ક્રિકેટ સાથે ખાસ કનેક્શન રહ્યું છે, અવારનવાર એક્ટ્રેસના ક્રિકેટરો સાથેના રિલેશનશીપન પણ ચર્ચાઓ થઇ છે. આ લિસ્ટમાં સૌથી પહેલું નામ ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનું છે, આ પછી પાકિસ્તાની ફાસ્ટ બૉલર નસીમ શાહનું પણ એક્ટ્રેસ સાથે ઉછળી ચૂક્યું છે. જોકે, હવે આ બધાની વચ્ચે 29 વર્ષીય એક્ટ્રેસનું નામ ફરી એકવાર ભારતીય બેટ્સમેન મિસ્ટર 360 ડિગ્રી સૂર્યકુમાર સાથે ચાલી રહ્યુ છે, હાલમાં જ બન્નેની એક તસવીર પણ સામે આવી હતી.