ક્રિકેટ વર્લ્ડ કપ 2023 આગામી પાંચ ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. અમદાવાદમાં વર્લ્ડકપની સૌપ્રથમ મેચ 5 ઓક્ટોબરના રોજ રમાશે. અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની પાંચ મેચ રમાવવાની છે. સ્ટેડિયમમાં પહોંચવા માટે સૌથી સરળ ટ્રાન્સપોર્ટેશન તરીકે મેટ્રો રેલ છે. ત્યારે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્ધારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્લ્ડકપની મેચના દિવસે રાતના એક વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવાશે. જેના માટે ફિક્સ 50ની પેપરની ટિકિટ લેવી પડશે.

Continues below advertisement

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ક્રિકેટ મેચ રમાશે તે દિવસે અમદાવાદમાં મેટ્રો ટ્રેન સવારે 6 વાગ્યાને 20 મિનિટથી રાત્રિના 1 વાગ્યા સુધી ચાલુ રહેશે. હાલમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સેવાઓ સવારે 6 વાગ્યાને 20 મિનિટથી રાત્રિના 10 વાગ્યા સુધી સમગ્ર દિવસ દરમિયાન નિશ્ચિત 12 મીનિટના અંતરાલ પર કાર્યરત છે. જોકે જે દિવસે મેટ્રો મોડે સુધી દોડશે ત્યારે રાત્રિના 10 વાગ્યા બાદ ટિકિટના દરમાં વધારો થશે. વર્લ્ડ કપ ક્રિકેટ મેચના દિવસે મેટ્રો ટ્રેન સેવાઓ સવારના 6:20 કલાકથી રાત્રિના 1:00 કલાક સુધી ચાલુ રહેશે. રાત્રે 10:00 વાગ્યાથી તમામ મેટ્રો સ્ટેશનો પર માત્ર નિકાસ દ્વાર જ ખોલવામાં આવશે. મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પર પ્રવેશદ્વાર ઉલ્લેખિત તારીખે રાત્રિના 01:00 કલાકે છેલ્લી ટ્રેન સેવાનાં પ્રસ્થાન સુધી ખોલવામાં આવશે. મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન પરથી પરત મુસાફરી માટે ટિકિટની ખરીદીમાં ભીડ ટાળવા તથા મુસાફરોની સુવિધા માટે પેપર ટિકિટની સુવિધા શરૂ કરવામાં આવી છે. જે પરત મુસાફરી માટે મેચના દિવસે રાત્રે 10:00 કલાક પછી કોઈપણ સ્ટેશન સુધીની મુસાફરી માટે 50નાં નિશ્ચિત દરે ખરીદી શકાશે.

વર્લ્ડકપની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ માટે પ્રશાસન તરફથી તમામ તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવી રહી છે.  મેદાનમાં પીચથી માંડીને બેઠક વ્યવસ્થા, સુરક્ષા, ખાણીપીણી સહિતની વ્યવસ્થાઓ પર પૂરતુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ આજે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમો પણ અમદાવાદ પહોંચશે. અમદાવાદમાં 1996ના વર્લ્ડ કપના 27 વર્ષ બાદ ઉદ્ધાટન મેચનું આયોજન કરવામાં આવશે.  ગુરુવારે વર્લ્ડ કપની પ્રથમ મેચ ઇગ્લેન્ડ અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રમાશે.

Continues below advertisement

વર્લ્ડકપમાં ટિકિટની કાળાબજારી રોકવા માટે ગુજરાત ક્રિકેટ અસોસિયેશન (GCA)દ્ધારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓનલાઈન બુકિંગ કરવાની સાથે ટિકિટની હાર્ડકોપી ફરજિયાત કરવામાં આવી છે. ઓનલાઈન ટિકિટની રિસિપ્ટની સાથે ફિઝિકલ ટિકિટ આપવામાં આવશે. સ્ટેડિયમ પરિસરમાંથી ઓફલાઈન ટિકિટ ઈશ્યુ કરવામાં આવી રહી છે.