અમદાવાદઃ શહેરના ગોમતીપુર રેલવે સ્ટેશનની અંદર યુવકની હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. 21 વર્ષીય પ્રદીપ કહાર નામના શખ્સની રેલવે સ્ટેશનની અંદર હત્યા કરવામાં આવી છે. ધર્મેશ પટેલ ઉર્ફે ટૂંડાએ જાંઘના ભાગે તીક્ષ્ણ હત્યાર વડે હુમલો કરીને હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી વિગતો પ્રમાણે શહેરના ગોમતીપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 12 પર 31 મેનો રોજ આ હત્યા કરવામાં આવી હતી. યુવક પર હુમલા પછી તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જોકે, તેનું સારવાર દરમિયાન મોત થયું છે. મૃતક પ્રદીપે મોત પહેલા પોલીસને નિવેદન આપ્યું છે. તેના નિવેદનને આધારે શહેરકોટડા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.