અમદાવાદઃ ચૈનપુર વિસ્તારના પ્રેમી યુગલે લગ્ન કર્યા બાદ પરિવારના દબાણથી મેટ્રો પોલીટન કોર્ટમા છૂટાછેડા લેતા યુવતીને લાગી આવ્યુ અને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. એક માસ પહેલા મનિષા મકવાણા અને રણજીત ઠાકોરે પ્રેમ લગ્ન કરવા ઘરેથી નાસી ગયા હતા. લગ્ન બાદ પરિવારનો દબાણ થતા બન્નેએ છુટાછેડા લેવાનો નિર્ણેય કર્યો હતો. પરંતુ બન્ને છુટાછેડા બાદ આપઘાતનો નિર્ણેય કર્યો હતો. યુવકે યુવતીને ઝેરી દવા આપી. યુવતીએ દવા પી લીધી હતી. જયારે યુવકે દવા પીધી નહી. અંતે યુવતીનુ મોત નિપજયુ હતું. કારજં પોલીસે દુષ્પ્રેરર્ણા બદલ યુવક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. અને આ ગંભીર કેસની તપાસ એસટીએસસી સેલને સોંપવામા આવી છે. પોલીસે આ કેસમા આરોપીની શોધખોળ શરૂ કરી છે.