નવી દિલ્લીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને ફરી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અમિત શાહને આ વખતે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ)માં દાખલ કરાયા છે. અમિત શાહને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી દાખલ કરાયા હોવાના મીડિયા અહેવાલ છે.
જો કે એઈમ્સ દ્વારા બહાર પડાયેલા બુલેટિનમાં કહેવાયું છે કે, અમિત શાહને છેલ્લા ત્રણ-ચાર દિવસથી શરીરમાં દુઃખાવાની અને થાકની તકલીફ હતી તેથી તેમને દાખલ કરવામાં આવ્યા છે. અમિત શાહની તબિયત લથડી નથી પણ કોરોનાની સારવાર લીધા પછી તેમની તબિયત પર નજર રાખી શકાય એ માટે તેમને એઈમ્સમાં દાખલ કરાયા છે એવો દાવો પણ કરાઈ રહ્યો છે. અમિત શાહની તબિયત સારી છે અને તે હોસ્પિટલમાંથી સારી રીતે કામગીરી કરી રહ્યા હોવાનું દિલ્લી એઈમ્સ દ્વારા જણાવાયું છે.
અમિત શાહને 2 ઓગસ્ટે કોરોના થતાં તેમને ગુરગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખવ કરાયા હતા. 14 ઓગસ્ટે અમિત શાહનો કોરોના રીપોર્ટ નેગેટિવ આવતાં તેમને રજા આપવામાં આવી હતી પણ સાવચેતી ખાતર તે હોમ ક્વોરેન્ટાઈન થયા હતા. હવે સાવચેતી કાતર જ તેમને એઈમ્સમાં દાખલ કરાયા છે.
અમિત શાહને શ્વાસ લેવામાં તકલીફ થતાં AIIMSમાં દાખલ, છેલ્લા 3-4 દિવસથી શું હતી તકલીફ ? AIIMSએ શું કહ્યું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Aug 2020 11:10 AM (IST)
અમિત શાહને આ વખતે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ)માં દાખલ કરાયા છે. અમિત શાહને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી દાખલ કરાયા હોવાના મીડિયા અહેવાલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -