Air India Express: સૂત્રોએ જણાવ્યું કે, બે દિવસમાં ઘણા કેબિન ક્રૂ મેમ્બરોએ રજા લીધી છે. આવી સ્થિતિમાં કોચી, કાલિકટ અને બેંગલુરુ સહિત વિવિધ એરપોર્ટ પર ફ્લાઈટ્સ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


સૂત્રોએ જણાવ્યું કે બે દિવસમાં ઘણા કેબિન ક્રૂ મેમ્બરોએ રજા લીધી છે. આવી સ્થિતિમાં કોચી, કાલિકટ અને બેંગલુરુ સહિત વિવિધ એરપોર્ટ પર ફ્લાઈટ્સ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


એર ઈન્ડિયા એક્સપ્રેસની 70 થી વધુ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, એરલાઇનના વરિષ્ઠ ક્રૂ મેમ્બરો સીક લિવ  પર ગયા છે. આવી સ્થિતિમાં, આ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓ આ મુદ્દા પર નજર રાખી રહ્યા છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર એર ઈન્ડિયા એક્સપ્રેસ છેલ્લા કેટલાક સમયથી કેબિન ક્રૂની અછતનો સામનો કરી રહી છે. ઘણા એવા સ્ટાફ છે જેઓ ટાટા ગ્રૂપની માલિકીની એરલાઇન પર કથિત ગેરવહીવટનો આરોપ લગાવી રહ્યા છે અને વિરોધમાં અચાનક સીક લિવ પર જતા રહ્યાં છે. એર ઈન્ડિયા સાથે AX કનેક્ટ (અગાઉ એરએશિયા ઈન્ડિયા)ના વિલીનીકરણની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી આ સમસ્યા વધુ વધી છે.


કર્મચારીનો વિદ્રોહ કેમ ?


સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે,  કેબિન ક્રૂના ઘણા સભ્યો બીમાર હોવાની જાણ કરી હતી અને સોમવારે સાંજથી રજા લીધી હતી. આવી સ્થિતિમાં, કોચી, કાલિકટ અને બેંગલુરુ સહિત વિવિધ એરપોર્ટ પર ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગયા મહિનાના અંતમાં, એર ઈન્ડિયા એક્સપ્રેસ કેબિન ક્રૂના એક વિભાગનું પ્રતિનિધિત્વ કરતા યુનિયને આક્ષેપ કર્યો હતો કે એરલાઈનું મિસમેનેજમન્ટ જવાબદાર છે  અને કર્મચારીઓ સાથે અસમાન વર્તન કરવામાં આવી રહ્યું છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ એમ્પ્લોઈઝ યુનિયન, જે રજિસ્ટર્ડ છે અને લગભગ 300 કેબિન ક્રૂ સભ્યોનું પ્રતિનિધિત્વ કરે છે, તેણે દાવો કર્યો હતો કે મોટાભાગના વરિષ્ઠોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે મેનેજમેન્ટ દ્વારા આ બાબત પર ધ્યાન આપવામાં આવ્યું ન હતું, જે કર્મચારીઓના મનોબળને અસર કરી રહ્યું હતું અસર થાય છે.


 એર ઈન્ડિયાને ખરીદ્યા પછી, ટાટા ગ્રુપ તેને પાટા પર લાવવા માટે સતત ઘણા પગલાં લઈ રહ્યું છે. જેને લઈને જૂના સ્ટાફમાં રોષ જોવા મળી રહ્યો છે. જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી આ પ્રકારની સમસ્યા જોવા મળી રહી છે. ટાટા ગ્રુપ એર ઈન્ડિયા એક્સપ્રેસ અને AIX કનેક્ટ તેમજ વિસ્તારાને એર ઈન્ડિયા સાથે મર્જ કરવાની તૈયારી કરી રહ્યું છે.