New variant  AY 4.2 Case:મધ્યપ્રદેશના ઇંદોરમાં કોવિડ-19ના નવા વેરિયન્ટના 7 કેસ નોંધાતા કોરોનાના સંક્રમણે ફરી ચિંતા જગાડી છે. જ્યારે મહારાષ્ટ્રમાં  1% સેમ્પલમાં AY.4 પ્રકારજ મળી આવ્યો છે.


મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં નવા કોવિડ-19 વેરિઅન્ટ- AY.4, કે જે ડેલ્ટા વેરિઅન્ટની પેટા-વંશ છે,ના કેસો મળી આવ્યા બાદ સરકારે એલર્ટ જાહેર કર્યું છે. મધ્ય પ્રદેશના ઈન્દોરમાં, નવા કોવિડ-19 વેરિઅન્ટના 7 કેસ નોંધાયા છે, જ્યારે મહારાષ્ટ્રમાં, 1% સેમ્પલમાં AY.4 વેરિઅન્ટ મળી આવ્યો છે.


ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા, ઈન્દોરના ચીફ મેડિકલ અને હેલ્થ ઓફિસર ડૉ. બી.એસ. સૈત્યાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વેરિયન્ટ ડેલ્ટા કરતા 15 ટકા વધુ સંક્રામક હોઇ શકે છે. યુનિવર્સિટી કોલેજ લંડન જિનેટિક્સ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર પ્રોફેસર ફ્રાન્કોઇસ બલોક્સે ફાઇનાન્સિયલ ટાઇમ્સ સાથે વાત કરતાં  અત્યાર સુધીની કોરોનાના વેરિયન્ટની હસ્ટ્રીમાં આ સબવેરિયન્ટ વધુ સંક્રામક હોઇ શકે છે.


આ નવા વેરિયન્ટ AY.4.2 વિશે કેટલો ખતરનાક?



  • યૂકે હેલ્થ સિક્યુરિટી એજેન્સી (UKHSA)ને  જણાવ્યું કે, આ વેરિયન્ટ કેટલો ખતરનાક અન સંક્રામક છે તે અંગે તારણ રજુ કરતા રહેલા હજું ડેટા મેળવીને તેના પર  ચકાસણી કરવાની બાકી છે. આ વેરિયન્ટ પર સ્ટડી કર્યાં બાદ કહી શકાય કે. કેટલો સંક્રામક અને ઘાતક છે.

  •  આ વેરિયન્ટ સૌથી પહેલા યૂકેમાં જોવા મળ્યો હતો. એક્સપર્ટ આ નવા વેરિયન્ટ પર અભ્યાસ કરી રહ્યાં છે. જો કે આ યૂકેના હેલ્થ એક્સપર્ટે કહ્યું કે, નવા વેરિયન્ટ AY.4.2ના કેસ એજ દર્શાવે છે કે, કોરોનાની મહામારી સંપૂર્ણ ખતમ નથી થઇ.

  •  AY.4.2ને  નામ આપવામાં આવે તેવી શક્યતા છે. જે હવે યૂકે સાથે અન્ય દેશોમાં પણ ફેલાઇ રહ્યો છે.

  • જો કે, હજુ સુધી એવા કોઈ પુરાવા નથી  મળ્યાં કે AY.4.2 વેરિયન્ટ  એ ડેલ્ટા સ્ટ્રેઈનથી વધુ ઘાતક છે, જેના કારણે ભારતમાં ગત ડિસેમ્બરથી ભયંકર સ્થિતિ નિર્માણ થઇ હતી.

  • UKHSA એ જણાવ્યું  કે, આ વેરિયન્ટમાં બે મ્યુટેશનનો સમાવેશ થાય છે, જેમાં  Y145H અને A222V કહેવાય છે.  અને તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

  • નિષ્ણાતના મત મુજબ આ બંને સ્પાઇક  મ્યુટેશન કોરોનાની શરૂઆતના વેરિયન્ટમાં જોવા મળ્યાં હતા. જો કે તે કેટલો સંક્રામક અને ચિંતાજનક છે. તે અંગે કઇ પણ કહેવા માટે હજું ડેટા પૂરતા નથી. કેટલાક નિષ્ણાતોએ કહ્યું છે કે યુકેમાં કેસોમાં વધારા પાછળ સબવેરિયન્ટ પણ જવાબદાર હોઇ શકે છે.

  • યુકેમાં લગભગ 50,000 નવા કોવિડના કેસ નોંધાયા છે, જે છેલ્લા ત્રણ મહિના બાદનો સૌથી મોટો આંકડો છે. જો કે અહીં ચિંતાજનક વાત એ છે કે, કોરોનાનું સંક્રમણ વધવાની સાથે હોસ્પિટલાઇઝેશન અને ડેથ રેટ પણ વધી રહ્યો છે.